Home /News /gujarat /

અમદાવાદના SG હાઈ-વે પર અકસ્માત, પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના SG હાઈ-વે પર અકસ્માત, પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત

    અમદાવાદ: એસ.જી હાઈ-વે પર અકસ્માત સર્જાતા પિતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    બનાવની વિગત અનુસાર ઘુમા ગામમાં રહેતો પરિવાર કાર મારફતે બહાર જવા માટે નિકળ્યો હતો. જે દરમિયાન એસ.જી. હાઈ-વે પર પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી કારમાં સવાર પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    હાલ તો સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે પિતા-પુત્રના મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. અને સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: SG Highway, અકસ્માત, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन