ગાંધીનગર: એક તરફ મોદી ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યાં છે. અને મોદી સાહેબ એવુ કહે છે કે હું ખાતો નથી અને ખાવા પણ નથી દેતો. ત્યારે મોદીના ગઢ ગુજરાતના પાટનગરમાં જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ઘટનાઓ સામે છે. અહીં અધધ.... રકમની લાંચ માગવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીનગરની એસીબીની ટીમે 12 એપ્રિલે દરોડા પાડ્યા હતા. અને સરકારી બાબુઓની પોલ ખોલી નાખી છે.
ગાંધીનગરની એસીબી ટીમે 12મી એપ્રિલ 2018ની સાંજે 6 વાગ્યે સેક્ટર-10માં આવેલી કચેરીમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીની તપાસમાં નિગમના જોઈન્ટ ડાયરેક્ટર કે.સી. પરમારના ડ્રોઅરમાંથી રૂપિયા 40 લાખ રોકડા મળી આવ્યા હતાં. તો 15 લાખ અન્ય અધિકારીઓ પાસેથી મળી આવ્યાં હતા. આમ કુલ 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
ત્યારે આ સમગ્ર મામલે જમીન વિકાસ નિગમના અધિકારીઓનો લાંચ લેવાનો સિલસિલો કેટલા સમયથી ચાલતો હતો ? તે અંગેના કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ચોંકાવનારો ખુલાસા
જમીન વિકાસ નિગમની કચેરીની ટીમનો રોજના એક કરોડ ભેગા કરવાનો ટાર્ગેટ !
છેલ્લા બે વર્ષથી ચાલતી હતી લાંચની પ્રેક્ટીસ
નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી
મહત્વું છે કે તળાવની ગ્રાન્ટ મંજૂર કરવા માટે કમિશન લેવામાં આવતું હતું. ગ્રાન્ટ પાસ કરવા માટે 20થી 30 ટકા કમિશન આ સરકારી બાબુઓ લેતા હતા. હાલ તો આ તમામ અધિકારીઓની ડાયરી અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે કે.સી. પરમારના 50થી વધુ બેન્ક અકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. પાના ભરાય તેટલા અકાઉન્ટ નંબર કે.સી. પરમાર પાસેથી મળી આવ્યા છે. ગુજરાતમાં મળતિયારો રાખી કે.સી પરમાર કૌભાંડ ચલાવતા હોય તેવું સામે આવ્યું છે. અને તેઓ રાજ્યભરમા ફીલ્ડ ઓફિસરોને તગડુ કમિશન આપતા હતા.
2. ડો.કે.એસ.દેત્રોજા, મેનેજિંગ ડાયરેક્ટર ઓફિસમાંથી રોકડા રૂપિયા 1.29 લાખ અને સોનાનું પેન્ડલ સહિત બુટ્ટી મળી આવી જ્યારે ઘરમાંથી 20 લાખનું પરચૂરણ મળી આવ્યું.
3. એસ.વી.શાહ, કંપની સેક્રેટરી ઓફિસમાંથી રોકડા રૂપિયા 70 હજાર મળી આવ્યા ઘરમાંથી રૂપિયા 8.75 લાખનું પરચૂરણ મળી આવ્યું
4. એમ.કે.દેસાઇ, મદદનીશ નિયામક ઓફિસમાંથી રોકડા રૂપિયા 9 લાખ મળી આવ્યા ઘરમાંથી રોકડા રૂપિયા 63 લાખ અને રૂ.7.50 લાખનું રાચરચિલુ
5. એસ.એમ.વાઘેલા. ફિલ્ડ સુપરવાઈઝર ઓફિસમાંથી રોકડા રૂપિયા 5 લાખ મળી આવ્યા ઘરમાંથી રૂપિયા 8.75 લાખનું રાચરચિલુ
આમ ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સહિત કુલ 5 અધિકારીઓ એસીબીના સકંજામાં છે. જ્યારે 15 જેટલા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે.
આ કૌભાંડનું નેટવર્ક ખુબ જ મોટું હોવાની શંકા છે. અને આ કૌભાંડમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી હોવાનું મનાઇ રહ્યું છે. જેથી લાંચ રૂશ્વત વિરોધી દળ નિગમના અધિકારીઓના પાટણ-હિંમતનગર-ગાંધીનગરમાં આવેલ નિવાસ સ્થાનો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
કારણ કે આ સમગ્ર કૌભાંડ સુનિયોજીત રીતે ચલાવવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે. જેતી તપાસનો ધમધમાટ તેજ રીતે ચાલી રહ્યું છે. આ સાથે જ આ અધિકારીઓના એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તેની પણ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાય રહી છે.
આ સમગ્ર મામલે જમીન વિકાસ નિગમના MD દેત્રોજાની અટકાયત કરવામાં આવી છે. અને આ ટ્રેપમાં 7થી 8 અધિકારીઓ ઝડપાયા છે. મહત્વનું છે કે એસીબી દ્વારા છેલ્લા દોઢ મહિનાથી તપાસ ચાલુ હતુ. અને તપાસમાં 5 DYSP અને 12 PI જોડાયા છે. અને ખુબ ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ACBના ડાયરેકટર કેશવ કુમારની હાજરીમાં આ તપાસ ચાલી રહી છે. ACBએ આખી રાત અધિકારીઓની પૂછપરછ કરી હતી. તો પૂછપરછ બાદ ACBએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે.
આમ સૌથી મોટી RAIDનો સૌથી મોટો ખુલાસો NEWS 18 ગુજરાતી કરી રહી છે. NEWS 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે. આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે તોડ કરનારા અધિકારીઓની પોલ ખોલીશું અને સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કરીશું. હવે તાતનો તોડ કરનારા અધિકારીઓની ખેર નથી.,