Home /News /gujarat /NSUIએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો કર્યો ઘેરાવ, ઓફિસમાં રામધૂન બોલાવી

NSUIએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો કર્યો ઘેરાવ, ઓફિસમાં રામધૂન બોલાવી

NSUIના કાર્યકરોએ રામધૂન બોલાવી

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરતા એનએસયુઆઈને કાર્યકરોએ રામધૂન બોલાવી હતી.

ન્યૂઝ18 ગુજરાતીઃ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપતા NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) તરફથી જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે બુધવારે એનએસયુઆઈએ યુનિવર્સિટીની કુલપતિ હિમાંશું પંડ્યાનો ઘેરાવ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરતા એનએસયુઆઈને કાર્યકરોએ રામધૂન બોલાવી હતી.

મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક

આ સમયે કવરેજ કરવા માટે પહોંચેલા મીડિયા સાથે યુનિવર્સિટીની અધિકારીઓ અને પોલીસ તરફથી ગેરવર્તણૂક કરવામાં આવી હતી. મીડિયાના કર્મીઓને પોલીસે ધક્કે ચડાવ્યા હતા. મીડિયાકર્મીઓને કેમેરાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીમાં કુલપતિનો વિરોધ

કુલપતિના વિરોધમાં એનએસયુઆઈ તરફથી યુનિવર્સિટીની દીવાલો પર સૂત્રો લખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ભાષા ભવન, ઇન્ફોર્મેશન સેન્ટર અને ગેટ આગળ સૂત્રો લખવામાં આવ્યા છે. આ લખાણમાં કુલપતિ હિમાંશુ પંડ્યાને આરએસએસના દલાલ કહેવામાં આવ્યા છે. સેનેટ મેમ્બર હિમાંશુ ચૌધરી તરફથી આ લખાણો લખવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે.

આ પણ વાંચોઃ 'RSS દલાલ કુલપતિ,' ગુજરાત યુનિ.નાં કુલપતિના ઘર બહાર લખાયા લખાણો

આ પહેલા એબીવીપી તરફથી યુનિવર્સિટીની દીવાલો પર રાષ્ટ્રીય અધિવેશન અંગે સૂત્રો લખાયા હતા. આ મામલે એનએસયુઆઈ તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ઉગ્ર વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકરો બુધવારે કુલપતિનો ઘેરાવ કર્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં એનએસયુઆઈના કાર્યક્રોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.

સાથે એનએસયુઆઈ તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કુલપતિએ એબીવીપીને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ રહેવા માટે આપી દીધી છે.
First published:

Tags: ABVP, Eduction, Vice-chancellor, અમદાવાદ, એનએસયુઆઇ, છાત્ર