Home /News /gujarat /

UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ: યુવરાજ સિંહનો મોટો આરોપ

UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ: યુવરાજ સિંહનો મોટો આરોપ

યુવરાજસિંહ

Gujarat news: યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ છે.

    અમદાવાદ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ફરી એક વખત મોટા આક્ષેપો કર્યા છે. તેમણે સરકારી ભરતીઓમાં (Government Jobs) કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અમે આ અંગેનો ખુલાસો કરી રહ્યા છીએ. UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. યુવરાજસિંહે ધનસુરાના અવધેશ પટેલ મુખ્ય આરોપી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે પણ કૌભાંડનો લાભ લીધો છે. આ સમગ્ર કૌભાંડ ઓનલાઇન આચરવામાં આવ્યું છે. આ સાથે મોટી માંગ કરતા જણાવ્યું કે, તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવે.

    'પેપર માટે લાખો રુપિયા ઉઘરાવ્યા'

    આ સાથે યુવરાજસિંહે જણાવ્યું કે, એક પેપર માટે 21 લાખ જેટલા રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યુ છે. કૌભાંડ આચરનારાના તમામના પુરાવાઓ મારી પાસે છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, ઉર્જા વિભાગની ભરતીનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. આ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તે અરવલ્લી, બાયડ, મહેસાણાના છે. એક જ ગામના 18 વિદ્યાર્થીઓને આમાં નિમણૂંક મળી છે જે ક્યારેય પણ શક્ય જ નથી.



    'એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક'

    વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. આ સાથે જણાવ્યું કે, ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. વડોદરાની ઉર્જા કંપનીના અધિકારીઓ કૌભાંડ સાથે જોડાયેલા છે. આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે.



    જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે. આ સાથે યુવરાજે JETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું છે. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે.



    યુવરાજસિંહે જણાવ્યુ કે, ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા આખું પેમેન્ટ કરવામાં આવે છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.



    '1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા '

    યુવરાજસિંહે જોરદાર આક્ષેપ કરતા જણાવ્યુ કે, અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે, મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા અમારી પાસે છે.



    યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉર્જા વિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે, તેના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી છે. અમારે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું.  હું કોઈપણ રાજકીય રંગ આપવા માંગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય રોટલા ન શેકવા પક્ષોને અપીલ પણ છે. આ સાથે કહ્યુ કે, પેપરલીકનો મુદ્દો લિકર કાંડમાં ફેરવાઇ ગયો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરી હતી. પોલીસને સંપર્ક કર્યો હતો પરંતુ અમને રજુઆત કરવા દેવામાં આવી ન હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Government, Recruitment, કૌંભાંડ, ગુજરાત

    આગામી સમાચાર