Home /News /gujarat /ગુજરાત સરકારને AAPનું અલ્ટિમેટમ, ખેડૂતોનું વીજ કનેક્શન કાપ્યું તો રાજ્યના તમામ નેશનલ હાઇવે ચક્કાજામ કરીશું

ગુજરાત સરકારને AAPનું અલ્ટિમેટમ, ખેડૂતોનું વીજ કનેક્શન કાપ્યું તો રાજ્યના તમામ નેશનલ હાઇવે ચક્કાજામ કરીશું

ખેડૂતો બિલ નહીં ભરતા રાજ્ય સરકાર તેમના વીજ કનેક્શન કાપશે તો આમ આદમી પાર્ટી રાજ્યના નેશનલ હાઇવે ચક્કાજામ કરી નાંખવાની ચેતવણી આપી છે.

આમ આદમી પાર્ટી (Aam Adami party) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી વીજળી (Electricity) મુદ્દે સરકારને ઘેરી હતી અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2003થી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ (Power outage) મૂકવામાં આવી રહ્યો છે

વધુ જુઓ ...
ગુજરાત (Gujarat)માં રવિ સિઝન દરમિયાન ઘઉંના વાવેતરમાં માર્ચના આરંભથી છેલ્લા પિયત માટે વીજ પુરવઠો (Power supply ) સતત મળે તેવી માગંણીઓ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતો (Gujarat Farmer) આ મુદ્દે રસ્તા ઉપર પણ ઉતર્યા હતા. જોકે પિયતના દિવસો વિતી ગયા બાદ ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈ (Energy Minister Kanu Desai)એ દાવો કર્યો છે કે, તમામ ઝોનમાં ખેડૂતો માટે આઠ કલાક સપ્લાય ચાલુ છે. જોકે ઊર્ઝા મંત્રીના આ દાવાને આમ આદમી પાર્ટી (AAP)એ વખોડતા આક્ષેપ મૂક્યો હતો કે, રાજ્ય સરકાર ખેડૂતો (Farmer) માટે કંઇ જ કરી રહી નથી.

આમ આદમી પાર્ટી (Aam Adami party) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી વીજળી (Electricity) મુદ્દે સરકારને ઘેરી હતી અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2003થી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ (Power outage) મૂકવામાં આવી રહ્યો છે અને સતત કાપ મૂક્તા આજની તારીખમાં ખેડૂતોને વારંવારના ઝટકા બાદ માત્ર 6 થી 8 કલાક જ વીજળી આપવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકાર હવે ખેડૂતોને ખેતી કરવા માટે માત્ર 6 કલાક વીજળી આપવાનો ઇરાદો સાફ દેખાય રહ્યો છે. ત્યારે ગુજરાતની 56 ટકા જેટલી વસ્તી આટલી મોટી મુસિબતમાં હોય તો રાજકીય પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી પોતાની ફરજ ચૂકી શકે નહીં.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમા ખેડૂતોને મળતી વીજળીનો મુદ્દો ચર્ચામાં રહી શકે છે.


આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને અને ગામડામાં વસતી લોકોની સાથે ખભેખભો મિલાવીને ઉભી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકારને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી ખેડૂતોને 12 થી 16 કલાક સુધી વીજળી નહીં મળે ત્યાં સુધી તેઓ વીજળી બિલ ભરશે નહીં.

ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપીશું: આમ આદમી પાર્ટીના કિશાન સંગઠન પ્રદેશ પ્રમુખ

રાજ્યના ખેડૂતોને 16 કલાક વીજળી આપવા મામલે આમ આદમી પાર્ટીના કિશાન સંગઠન પ્રદેશ પ્રમુખ,"રાજુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને 12 થી 16 કલાક વીજળી આપવા માટે અમે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જોકે સરકારે 24 કલાકમાં જ ખેડૂતોને 6 ના બદલે 8 કલાક વીજળી પુરવઠો આપવાની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેના પર અમલ કરવામાં આવ્યો નથી. ખેડૂતોના હિતના મામલે અમે જરા પણ નમતુ જોખીશુ નહીં અને જો સરકાર અથવા વીજ કંપનીઓ રાજ્યના ખેડૂતો બિલ નહીં ભરતા તેમના  વીજ કનેક્શન કાપશે તો અમે રાજ્યના નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી નાંખીશુ સાથે જ ઔદ્યોગિક એકમોના વીજ કનેક્શન પણ કાપી નાંખીશું. આ સાથે જ રાજ્યમાં જ્યારે પણ આમ આદમીની સરકાર આવશે તો અમે દિલ્હી અને પંજાબની માફક ગુજરાતના ખેડૂતોને પણ મફતમાં વીજળી આપીશું."

ગુજરાત આદમી પાર્ટીના કિશાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજુભાઇ કરપડા બળદગાડામાં સવાર થઇ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.


ખેડૂતોને વીજળી આપવા બાબતે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આપ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોને જ્યાં સુધી અવિરત વીજળી ન મળે ત્યાં સુધી વીજળીના બિલ ન ભરવાની અપીલ કરી હતી. આ સાથે જ આપ પાર્ટીએ એક અખબારી નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, જો વિજ કંપની જોડાણ કાપશે તો આમ આદમી જોડાણ જોડી આપશે. એટલુ જ નહીં સરકાર કે કંપનીઓ વીજ જોડાણ કાપશે તો આમ આદમી પાર્ટી નેશનલ હાઇવે જામ કરી નાંખશે. યાદીમાં એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે વીજળીમાં સરપ્લસ રાજ્ય એવા ગુજરાતમાં ખેડૂતોને નિ:શુલ્ક વીજળી કેમ ન મળે. અન્ય રાજ્યોમાં ખેડૂતોને નિ:શુલ્ક પ્રવાહ મળે છે તો ગુજરાતમાં કેમ નહીં.

આ સાથે જ આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકાર અન્ય લોકોને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ત્રાસ આપે છે. આમ આદમી પાર્ટીએ વીજકંપનીના કર્મચારીઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- Ahmedabad News: સગીર મિત્રોનું કારસ્તાન, નજીવી બાબતમાં મિત્રની માતા પર એસિડ ફેંક્યું

વીજ ડ્યૂટી તરીકે રાજ્ય સરકારના ખિસ્સામાં દર વર્ષે 9,200 કરોડ આવે છે

તમને જણાવી દઇએ કે, રાજ્યના નાગરિકોએ હજુ પણ વીજ વપરાશ ઉપર 15 ટકા ડ્યુટી ભરવી પડશે. વિધાનસભામા પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ઉઠાવેલા સવાલના જવાબમા ઉર્જામંત્રી કનુ દેસાઈએ વીજ ડ્યુટીમાંથી મુક્તિ આપવા અંગેની કોઇ પણ બાબત સરકારમા વિચારણા હેઠળ ન હોવાનુ લેખિતમા જણાવ્યુ હતુ. ત્યાં જ દર વર્ષે વીજ ડ્યુટી પેટે ગુજરાત સરકાર વીજ ગ્રાહકોના ખિસ્સામાંથી રૂપિયા 9,200 કરોડ જેટલી રકમ વસુલી રહી છે.

આ પણ વાંચો- Ukraine Russia War: ભારત રશિયાની આ ઓફર સ્વીકારશે તો મળશે સસ્તું તેલ, અમેરિકાના પ્રતિબંધો પણ થશે બેઅસર

વિધાનસભા ચૂંટણીમાં વીજળીના મુદ્દે લાગશે કરંટ

ઉલ્લેખનિય છે તે. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમા ખેડૂતોને મળતી વીજળીનો મુદ્દો ચર્ચામાં રહી શકે છે. કાણ કે આ વખતે ભાજપ સરકારને કોંગ્રેસથી જેટલી પરેશાની નથી તેટેલી આમ આદમી પાર્ટીથી થઈ શકે તેમ છે. ત્યાં જ આપ દ્વારા દિલ્હીમાં મફત વીજળી આપવામાં આવી રહી છે તેથી આ મુદ્દો ગુજરાતમાં ખુબ જ જોરશોરથી ચગી શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Aam adami party, AAP Gujarat, AAP Party, Gujarat Government, આપ પાર્ટી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन