બોલીવુડ અભિનેતા આમિર ખાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં દુકાળનો અંત કરવા માટે ચલાવવામાં આવી રહેલ 'જળયુક્તિ શિબિર' યોજના ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી શકે છે.
બોલીવુડ અભિનેતા આમિર ખાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં દુકાળનો અંત કરવા માટે ચલાવવામાં આવી રહેલ 'જળયુક્તિ શિબિર' યોજના ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી શકે છે.
મુંબઇ# બોલીવુડ અભિનેતા આમિર ખાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં દુકાળનો અંત કરવા માટે ચલાવવામાં આવી રહેલ 'જળયુક્તિ શિબિર' યોજના ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી શકે છે. અસહિષ્ણુતાના મુદ્દા પર નિવેદન બાદ દેશભરમાં આમિરનો વિરોધ થયો હતો. કેન્દ્રના ઘણા મંત્રીઓએ પણ આમિરના આ નિવેદનની નિંદા કરી હતી.
હવે સૂત્રોની માનિયે તો આમિર ખાનને મહારાષ્ટ્રના 'જળયુક્તિ શિબિર' યોજના ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકે છે. 'જળયુક્તિ શિબિર' યોજના દુકાળ અસરગ્રસ્ત 25 હજાર ગામોમાં પાણીના સંરક્ષણની યોજનાનું નામ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યને દુકાળ મુક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલ આ યોજના માટે આમિર ખાનનું નામ સૂચિત છે.
આ અગાઉ, આમિર ખાન 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. અસહિષ્ણુતાના મુદ્દા પર નિવેદન બાદ 'અતુલ્ય ભારત' નું વિજ્ઞાપન બનાવનારી કંપનીના કરારને આગળ વધારાયો ન હતો. ત્યાર બાદ ઇ-કોમર્સ કંપની સ્નેપડિલ એ પણ આમિર ખાનની સાથે પોતાનો કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.