Home /News /gujarat /

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, એક યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, એક યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ

4 વર્ષ પહેલા બે લાખ રુપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજ સાથે 6 લાખ જેટલા રુપિયા ચુકવી પણ દીધા હોવા છતા હજુ પણ વધુ રુપિયાની વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે

4 વર્ષ પહેલા બે લાખ રુપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજ સાથે 6 લાખ જેટલા રુપિયા ચુકવી પણ દીધા હોવા છતા હજુ પણ વધુ રુપિયાની વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે

    ભાવિક આચાર્ય, અમદાવાદ: અમદાવાદમાં વ્યાજ ખોરના ત્રાસના કારણે એક યુવકએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજ ખોરોનો આતંક સમગ્ર રાજ્યમાં વધતો જાય છે અને તેમને પોલીસનો જરાય ડર રહ્યો ન હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં રહેતા મનિષ માળી નામના યુવકએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

    આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મનિષ માળીની ફરિયાદ અનુસાર, બહુચર જ્વેલર્સ નામની દુકાનના માલિક તરુણભાઈ સોની પાસેથી તેમણે 4 વર્ષ પહેલા બે લાખ રુપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજ સાથે 6 લાખ જેટલા રુપિયા ચુકવી પણ દીધા હોવા છતા હજુ પણ વધુ રુપિયાની વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

    ફરીયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, હવે વધુ રુપિયા ન આપી શક્યો હોવાથી માર મારવાની ધમકી અવાર નવાર આપતા હતા, તેમ જ વારંવાર મનિષના ધરે જતા અને જો ન મળે તો આજુ બાજુમાં રહેતા લોકોને ધમકી પણ આપતા હતા. આ બધાથી કંટાળીને મનિષે ફીનાઈલ પીને આપઘાતની કોશિશ કરી હતી.

    ફરીયાદીનો આરોપ છે કે, આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતા પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે.બલોચએ જણાવ્યું હતું કે, નાણાકીય લેવડ દેવડની અરજી આવે તો તપાસ વગર અમે ફરીયાદ નથી લેતા, હવે જ્યારે પીડિત વ્યક્તિએ આપઘાતની કોશિસ કરી છે ત્યારે આનંદ નગર પીઆઈ એસ.જે.બલોચ આળસ ખંખેરીને આ વ્યાજ ખોરો સામે કોઈ પગલા લેશે કે નહી એ જોવુ રહ્યુ.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદમાં અનેક લોકો વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યા છે, જો આવા વ્યાજખોરો સામે કોઈ નક્કર પગલા નહી ભરવામાં આવે તો, વ્યાજખોરો બિન્દાસ થઈને ફરે રાખશે અને સામાન્ય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Commit suicide, Interest, Youth, અમદાવાદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन