Home /News /gujarat /

શાળા સંચાલકોને ચેતવણી, RTE હેઠળ પ્રવેશ માટે આનાકાની કરનાર શાળાની માન્યતા રદ થશે

શાળા સંચાલકોને ચેતવણી, RTE હેઠળ પ્રવેશ માટે આનાકાની કરનાર શાળાની માન્યતા રદ થશે

ગરીબ બાળકના પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવી શકે છે.

Right To Education: રાજ્યમાં RTE મામલે 70 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 હતી. જેમાં રાજ્યભરમાંથી 1.85 લાખ ફોર્મ ભરાયા છે. 9957 શાળાઓમાં 25 ટકા પ્રવેશ આરટીઇ હેઠળ ફળવાશે. જે મામલે 24 એપ્રીલના રોજ પ્રથમ મેરિટ જાહેર કરાશે. જોકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે

વધુ જુઓ ...
રાઈટ ટુ એજ્યુકેશન (Right to education) અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ગરીબ બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવો ફરજિયાત છે. પણ જો કોઈ શાળા સંચાલક (School administrator) બાળકને પ્રવેશ આપવામાં આનાકાની કરશે કે વાલીઓને ધક્કા ખવડાવશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ તાકીદ અમદાવાદ (Ahmedabad) જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં RTE મામલે 70 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 હતી. જેમાં રાજ્યભરમાંથી 1.85 લાખ ફોર્મ ભરાયા છે. 9957 શાળાઓમાં 25 ટકા પ્રવેશ આરટીઇ હેઠળ ફળવાશે. જે મામલે 24 એપ્રીલના રોજ પ્રથમ મેરિટ જાહેર કરાશે. જોકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવી તાકીદ પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરાઈ છે. વાલીઓને પોતાના બાળકનું એડમિશન લેવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન પણ ચાલી રહી છે. આ ઉપરાંત વાલીઓ પ્રવેશને લઈને જે કોઈ ફરિયાદ હશે તો તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એ કરી શકશે.

આ પણ વાંચો- રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

આ ઉપરાંત શાળાના સંચાલકોને પણ આદેશ કર્યા છે કે વાલીઓને પ્રવેશ માટે મનાઈ કરવી નહીં. જો કોઈ સંચાલક પ્રવેશ માટે ના પાડશે કે તેમને ધક્કા ખવડાવશે અને તે બાબતની ફરીયાદ મળશે તો પ્રથમ 10 હજાર નો દંડ, બીજીવાર 25 હજારનો દંડ અને ત્યારબાદ પણ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Panchmahal : લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યુ, હવસખોર યુવકે ફર્જી ડોક્યુમેન્ટ ઉભા કરી યુવતીને ફસાવી

મહત્વનું છે કે RTE હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. તેમ છતાં ભૂતકાળમાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને  પ્રવેશ નહિ આપવાને લઈ વિવાદમાં સપડાઈ ચુકી છે. ત્યારે આ વખતે આવું ન બને તેને લઇ અગાઉથી સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat Education Department, Gujarati news, Right to education, RTE

આગામી સમાચાર