Ahmedabad Police: મણિનગર બાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ, જાણો શું છે મામલો
Ahmedabad Police: મણિનગર બાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ, જાણો શું છે મામલો
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પ્રજાના રક્ષકોને ભક્ષક બનવું ભારે પડ્યું છે.
Ahmedabad Police: સેકટર 2 જેસીપી અને ડીસીપીને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને આ મામલે કાર્યવાહી કરી છે. જો કે વિદ્યાર્થીઓના માનસ પર કોઈ અસર ન પડે તે માટે પોલીસે તેઓની સાથે ભોજનની વ્યવસ્થા કરી ભોજન લીધું હતું. અને તમામનું સન્માન કરીને શુભેચ્છા પાઠવી છે.
અમદાવાદ (Ahmedabad)ના ઓઢવ વિસ્તારમાં પ્રજાના રક્ષકોને ભક્ષક બનવું ભારે પડ્યું છે. પોલીસે (Odhav Police)બોલેરો ચાલકને રોકીને માર મારી રૂપિયા 10 હજારની માંગણી (Police Bribe) કરીને 6 હજાર પડાવી લીધા હતા. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાને આ બાબત આવતા પોલીસ જવાનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
એક તરફ પોલીસ અધિકારીઓ પોલીસની છબી સુધરે તે માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જાણે કે કેટલાક પોલીસ કર્મચારીઓએ ના સુધારવાની હઠ પકડી હોય તેવું લાગી રહ્યું છે. મણિનગર બાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ માં ગુનો દાખલ થયો છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયસિંહ, દિપક સિંહ, નામના પોલીસ કર્મચારી અને હોમ ગાર્ડ મેહુલ એ સવારના 10 વાગ્યે વી.કે. ચેક પોસ્ટ પાસે એક બોલેરો કાર રોકી હતી. જેમાં દાહોદથી ગાંધીનગર ચિલોડા ખાતે આવેલ સ્કુલમાં એડમીશન માટે જઈ રહ્યા હતા.
આ બોલેરો ચાલકની પાસે લાયસન્સ, આર.સી. બુક સહિતના દસ્તાવેજોની માંગણી કરી હતી. જો કે બોલેરો ચાલકે દસ્તાવેજો બતાવ્યા હોવા છતાં આરોપી એ માર મારી તેની પાસેથી રૂપિયા 10 હજારની માંગણી કરી રૂપિયા 6 હજાર પડાવ્યા હતા. જો કે આ બાબતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
સેકટર 2 જેસીપી અને ડીસીપીને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને આ મામલે કાર્યવાહી કરી છે. જો કે વિદ્યાર્થીઓના માનસ પર કોઈ અસર ન પડે તે માટે પોલીસે તેઓની સાથે ભોજનની વ્યવસ્થા કરી ભોજન લીધું હતું. અને તમામનું સન્માન કરીને શુભેચ્છા પાઠવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર