Home /News /gujarat /

નવમો દિવસઃ વિપક્ષ નેતા હાર્દિક પટેલને મળ્યા, કહ્યું- આંદોલન માટે મંજૂરી કેમ લેવી પડે ?

નવમો દિવસઃ વિપક્ષ નેતા હાર્દિક પટેલને મળ્યા, કહ્યું- આંદોલન માટે મંજૂરી કેમ લેવી પડે ?

હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે. છેલ્લાં આઠ દિવસમાં કોઈને કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો હાર્દિકની ખબર અંતર લેવા માટે ઉપવાસ સ્તળ પર આવી રહ્યા છે

હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે. છેલ્લાં આઠ દિવસમાં કોઈને કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો હાર્દિકની ખબર અંતર લેવા માટે ઉપવાસ સ્તળ પર આવી રહ્યા છે

    અમદાવાદ: હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે. હાર્દિકના ઘરે રાજ્ય સહિત અન્ય રાજ્યમાંથી પણ નેતાઓ હાર્દિકને મળવા આવી રહ્યાં છે. સવારે  બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હાર્દિકને મળવા આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ મળવા પહોંચ્યા હતા. બંનેએ સાથે બેસીને વાતચીત પણ કરી હતી.

    હાર્દિકના ઉપવાસને કોંગ્રેસનું સમર્થનઃ પરેશ ધાનાણી

    ઉપવાસના નવમાં દિવસે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. અહીં તેઓએ હાર્દિક સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસનું સમર્થન છે. સરકાર જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આંદોલન કરવા માટે મંજૂરી કેમ લેવી પડે છે. હાર્દિકના આંદોલનથી સરકાર ગભરાઇ ગઇ છે, આથી આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે.



    થઇ ગયુ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ

    હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે.

    ડોક્ટરનું કહેવું છે કે અમે તેને  બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે પણ તે ના પાડે છે આજે તેમનું વજન 600 ગ્રામ વજન ઘટ્યુ છે. હાલમાં તેમનું વજન 71.4 કીલો છે. તેમનો યુરિન ટેસ્ટનો ગઇકાલનો રિપોર્ટ નોર્મલ છે.

    હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરતાં ડોક્ટર


    હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરનારા ડો. સોલંકી


    આજે ઉપવાસનો નવમો દિવસ

    હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે. છેલ્લાં આઠ દિવસમાં કોઈને કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો હાર્દિકની ખબર અંતર લેવા માટે ઉપવાસ સ્તળ પર આવી રહ્યા છે. આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી તેની મુલાકાત માટે આવી શકે છે. આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલને મળવા ગ્રીનહૂડ રિસોર્ટ પહોચશે.

    ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલ છેલ્લા નવ દિવસથી અનામતની માંગ સાથે અન્ય માંગને લઈ ઉપવાસ પર બેઠો છે. હાર્દિકના વજનમાં સાત કિલો વજનનો ઘટાડો થયો છે. અત્યાર સુધી સરકારે તેમના કોઇપણ પ્રતિનિધિને હજી વિચારણા માટે મોકલેલ નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 1 સપ્ટેમ્બર એટલે કે ગત શનિવાર સાંજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.

    તમને જણાવી દઈએ કે, 1 સપ્ટેમ્બરનાં રોજ હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું હતું.

    હાર્દિક પટેલના ડોક્ટર અવિરાજ સાથે અમારી ટીમે શનિવારે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, ''હાર્દિકની તબિયત ગંભીર છે. આજે આઠમો દિવસ ઉપવાસના થયા છે અને આજે ત્રીજો દિવસ થયો પાણી પણ નથી લીધું. જે ઘણું ક્રિટિકલ કહી શકાય. રોજ જે બ્લડ અને યુરીનના સેમ્પલના ટેસ્ટ થાય છે તેમાં દેખાઇ રહ્યું છે કે, એસિટોનની માત્રા વધી રહી છે અને સોડિયમની માત્રા ધટી રહી છે. કિડનીમાં ઇન્ફેકશન થયું છે. જો આવું જ રહ્યું તો હાર્ટ અને લંગ્સ પર ગંભીર અસર થઇ શકે છે.''
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmadabad, PAAS Convener

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन