Home /News /gujarat /

વિદેશમાં ગુજરાતી સંસ્કૃતીની સુવાસ ફેલાવતા 9 NRIનું સન્માન કરાયું

વિદેશમાં ગુજરાતી સંસ્કૃતીની સુવાસ ફેલાવતા 9 NRIનું સન્માન કરાયું

અમેરિકાથી આવેલાં સુનિલ નાયક, અશોક પટેલ, કલાબેન શાહ, વિષ્ણુ પટેલ, ઉપેન્દ્ર ભટ્ટ અને અરવિંદ જોષીને એવોર્ડ આપવામાં આવ્યા...

અમેરિકાથી આવેલાં સુનિલ નાયક, અશોક પટેલ, કલાબેન શાહ, વિષ્ણુ પટેલ, ઉપેન્દ્ર ભટ્ટ અને અરવિંદ જોષીને એવોર્ડ આપવામાં આવ્યા...

    ગુજરાતની બહાર ગુજરાતની સંસ્કૃત્તિની સુવાસ ફેલાવનાર સાહસિકો અને ગુજરાતીઓને આજે એક જ મંચ પર એવોર્ડ દ્વારા પોંખવામાં આવ્યા હતા. વાત છે અમદાવાદના સદવિચાર પરિવારમાં એકત્ર થયેલાં NRI અને NRGની. જેમણે પોર્ટુગલ, દ આફ્રિકા ઓમાન અને અમેરિકાનાં વિવિધ સ્થળો પર ગુજરાતીઓને એકત્ર કરીને ગુજરાતની સંસ્કૃત્તિ અને કલાને પહોંચાડી હોય. શું છે આવાં સવાયા ગુજરાતીઓની કહાની, આવો જાણીએ.

    સવાયા ગુજરાતીઓનું સન્માન
    જન્મભૂમિ પર બિરદાવાયું, NRI ગુજરાતીઓનાં કર્મને. વર્ષોથી વિદેશમાં સેવા સરવાણી કરનારને મળ્યું સન્માન. 9 ગુજરાતીઓને પોંખાયા, સેલ્યુટ NRI એવોર્ડ થકી.

    ગમે તેવી વિકટ પરિસ્થિતી હોય છતાં વિકટ પરિસ્થિતીમાં રસ્તો કાઢીને આ તમામ એવાં સવાયા ગુજરાતીઓ છે. જેમને ખરા અર્થમાં વતનમાં મળ્યું સન્માન. જી હા, રવિવારના રોજ અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે ગુજરાતની સંસ્કૃત્તિ, ગુજરાતની કલાને વિદેશમાં ફેલાવનાર કુલ 9 NRI ગુજરાતીઓને સન્માન્તિ કરવામાં આવ્યા.

    જેમાં દ.આફ્રિકાથી આવેલાં ઠાકરજી પટેલ, પોર્ટુગલથી આવેલાં લજ્જા ત્રિવેદી, ઓમાનથી આવેલાં દિનેશ પવાણી તથા અમેરિકાથી આવેલાં સુનિલ નાયક, અશોક પટેલ, કલાબેન શાહ, વિષ્ણુ પટેલ, ઉપેન્દ્ર ભટ્ટ અને અરવિંદ જોષીને એવોર્ડ આપવામાં આવ્યા.

    અમેરિકામાં આજે એવાં ગૂજરાતીઓ વધારે છે. જેઓ વતનની સોડમને અમેરિકાની ધરતી પર ફેલાવીને ગુજરાતને જીવંત રાખે છે. પરંતુ ઓમાન, દ આફ્રિકા તથા પોર્ટુગલ જેવાં દેશમાં પણ ગુજરાતની કલા અને સંસ્કૃત્તિને પહોંચાડનાર ગુજરાતીઓ પણ છે. જેઓ ખૂબ જ મહેનત અને ધગશથી ગમે તે પરિસ્થિતીમાં ગુજરાતીઓનાં સન્માન માટે કાર્યરત છે.

    એરપોર્ટ પર ફોન મુક્યો હતો જેથી કોઈપણ ગુજરાતીનો ફોન સીધો સંસ્થામાં લાગી શકે. સરકારે ફોન હટાવી લીધો.
    દિનેશ પવાણી, સવાયા ગુજરાતી, ઓમાન

    પોર્ટુગલમાં આપણી સંસ્કૃત્તિ આપણો કથ્થક ડાન્સ શીખવું છુ. તે ગુજરાતને જીવંત રાખે છે. ત્યાંનાં લોકો જાણવા ઈચ્છે છે.
    લજ્જા ત્રિવેદી, સવાયા ગુજરાતી, પોર્ટુગલ

    અમારા મતે તો આવાં ગુજરાતીઓને સવાયા કહેવા પણ ઓછાં ગણાય. કારણ કે વિષમ પરિસ્થિતીમાં માર્ગ મોકળો કરનાર આ ગુજરાતીઓ ખરા અર્થમાં સવાયા નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 2018, Award, એનઆરઆઇ, ગુજરાતી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन