Home /News /gujarat /પદ્મ એવોર્ડ્સ: 4 ગુજરાતીઓનો સમાવેશ, કુલ 85ની પસંદગી

પદ્મ એવોર્ડ્સ: 4 ગુજરાતીઓનો સમાવેશ, કુલ 85ની પસંદગી

પદ્મ એવોર્ડ માટે પસંદગી પામેલા ઝવેરીલાલ મહેતા

દેશમાં અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર લોકોને પદ્મ એવોર્ડ્સ આપવામાં આવે છે.

    દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે 3 વ્યક્તિને પદ્મ વિભૂષણ, 9ને પદ્મભૂષણ અને 73 લોકોને પદ્મશ્રી સન્માન આપવામાં આવશે. આ વખતે કુલ 85 લોકોને આ સન્માન આપવામાં આવશે. દેશમાં અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર લોકોને પદ્મ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ વખતે તમામ કેટેગરી માટે કુલ 15,700 પોતાની દાવેદારી નોંધાવી હતી.

    પદ્મ વિભૂષણ માટે જે ત્રણ નામની પસંદગી કરવામાં આવી છે તેમાં, કલા-સંગીત માટે તામિલનાડુના ઈલાયરાજા, કલા-સંગીત માટે મહારાષ્ટ્રના ગુલામ મુસ્તફ ખાન અને સાહિત્ય તેમજ શિક્ષણ ક્ષેત્ર માટે કેરળના પરમેશ્વરના નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પદ્મ ભૂષણ માટે રમત-જગતમાંથી કર્ણાટકના સ્કૂકર ખેલાડી પંકજ અડવાણી, આધ્યાત્મમાંથી કેરળના ફિલમપોસ માર્ક ક્રિસ્સોસ્ટ, ઝારખંડના ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને રશિયાના એલેક્ઝેન્ડરને મરણોપરાંત સન્માન આપવામાં આવશે.

    પદ્મશ્રી સન્માન મેળવનાર લોકોમાં સાહિત્યા અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ મહારાષ્ટ્રના અરવિંદ ગુપ્તા, કળા ક્ષેત્રમાંથી મધ્ય પ્રદેશના ભજ્જૂ શ્યામ, મેડિસિન સેક્ટરમાંથી કેરળના લક્ષ્મી કુટ્ટી અને કેરળના જ એમઆર રાજગોપાલ, સુલાગતિ નરસિમ્હાની પસંદગી કરવામાં આવી છે.

    આ વખતે 4 ગુજરાતીઓને સન્માન

    2018માં પદ્મ એવોર્ડની જાહેરાતમાં ગુજરાતીઓના ફાળે ત્રણ એવોર્ડ ગયા છે. જોકે, બોલિવૂડ અભિનેતા મનોજ જોશીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે કુલ ચાર ગુજરાતીઓને પદ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યાદીમાં કેન્સર નિષ્ણાત ડો.પંકજ શાહ, સનદી અધિકારી એસ.એસ. રાઠોડ અને 90 વર્ષીય ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનોજ જોશીને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે.

    પદ્મ વિભૂષણ

    1. ઇલયારાજા- આર્ટ (મ્યૂઝિક)
    2. ગુલામ મસ્તફા ખાન- આર્ટ (મ્યુઝિક)
    3. પરમેશ્વરન- લિટ્રેટર એન્ડ એજ્યુકેશન

    પદ્મ ભૂષણ

    1 વેદપ્રકાશ નંદા- સાહિત્ય અને શિક્ષણ
    2. લક્ષ્મણ પાઇ -આર્ટ (ચિત્રકામ)
    3. અરવિંદ પારીખ- આર્ટ (સંગીત)
    4. શારદા સિન્હા -આર્ટ (સંગીત)
    5. પંકજ અડવાણી- રમત
    6. મહેન્દ્ર સિંહ ધોની- રમત
    7. ફિલીપોસે માર ક્રિસ્ટોસ્ટોમ- આધ્યાત્મિક
    8. એલેક્ઝાન્ડર કેડેકિન- પબ્લિક અફેર
    9. રામચંદ્રન નાગાસ્વામી- આર્કિયોલોજી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Padma awards, Padma Bhushan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन