Home /News /gujarat /

અમદાવાદ: દરિયાપુરમાં રીક્ષામાં રમતી 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના

અમદાવાદ: દરિયાપુરમાં રીક્ષામાં રમતી 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના

પ્રતિકાત્મક તસવીર

બાળકી પર અડપલાં થયા ના બે બનાવ બાદ અમદાવાદમાં બાળકીઓ સુરક્ષીત છે કે કેમ તે સવાલ ઉભો થયો છે

    અમદાવાદ:  વધુ એક બાળકી સાથે શારીરિક અડપલાનો કિસ્સો સામે આવ્યો છે. કાલુપુર ટાવર પાસે આવેલી મસ્જિદ ગલી મા ગુરુવાર સાંજે એક બાળકી રીક્ષામાં રમી રહી હતી તે સમયે આરોપીએ બાળકીની છેડતી કરી હોવાનું બાળકી દ્વારા જણાવવામાં આવ્યું છે.

    રાજુ પેંડિયા નામનો આ વ્યક્તિ કાલુપુર વિસ્તારનો જ રહેવાસી છે. ત્યાં જ રહેતી એક આઠ વર્ષની બાળકી સાથે પણ આરોપીએ અડપલા કર્યા હતાં જે બાદ આસપાસનાં લોકોએ આ ઘટના જોઇ લેતા આરોપી રાજુને ઢોર માર માર્યો હતો.

    એસપી એફ ડિવિઝનનાં એસ એમ પટેલનાં જણાવ્યા મુજબ, આરોપી મૂળ આંધપ્રદેશનો રહેવાસી છે અને વેરાવળમાં માછીમારીનું કામ કરતો હતો. આ દરમિયાન પૈસાનાં હોવાથી કાલુપુર વિસ્તાર મા રોકાયો હતો તે દરમીયાન આ બાળકી સાથે અડપલા કર્યા હતા. ત્યારે આરોપીને પોલીસ મૂંઝવણમા મુકાઈ છે. આરોપી માત્ર તેલુગુ ભાષા જ જાણે છે. હાલ તો પોલીસ દુભાસીયા મારફતે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાંન્ડ મેળવી તપાસ કરશે. પણ અમદાવાદમાં બાળકી પર અડપલાં થયા ના બે બનાવ બાદ અમદાવાદમાં બાળકીઓ સુરક્ષીત છે કે કેમ તે સવાલ ઉભો થયો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmadabad, Girl molested

    આગામી સમાચાર