Home /News /gujarat /

કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના 200 વર્ષ પૂર્ણ. અડાલજમાં આજે 600 ડ્રોન એક સાથે ઉડાન ભરશે

કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના 200 વર્ષ પૂર્ણ. અડાલજમાં આજે 600 ડ્રોન એક સાથે ઉડાન ભરશે

ડ્રોન શૉ, લાઈટ શૉનું પણ કરવામાં આવશે આયોજન

આ શુભ અવસરને સંભારણું રાખવા જીવનના સંભારણા સમાન “પર્વ (Parv)” ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરનો લાભ મેળવવા તથા ભગવાનની પૂજા અર્ચના કરવા માટે લાખો હરિભક્તો ભેગા મળીને પર્વ નિમિતે સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે.

    અમદાવાદ: અડાલજ પાસે આવેલા કાલુપુર સ્વામિનારાયણ (Swaminarayan) સંસ્થા દ્વારા સ્થાપવામાં આવેલા ભગવાન શ્રી નરનારાયણદેવ  (Narnarayandev) મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી તે કલ્યાણકારી પ્રસંગને 200 વર્ષ પૂર્ણ થયા. આ શુભ અવસરને સંભારણું રાખવા જીવનના સંભારણા સમાન “પર્વ (Parv)” ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરનો લાભ મેળવવા તથા ભગવાનની પૂજા અર્ચના કરવા માટે લાખો હરિભક્તો ભેગા મળીને પર્વ નિમિતે સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે.

    આ પ્રતિષ્ઠા મહોત્સવને પર્વ વિશેષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વની ઉજવણી 27મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ સુધી 7 દિવસીય મહોત્સવ (Mahotsav) યોજાઈ રહ્યો છે. જેમાં જુદા જુદા દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમની શરૂઆત ચારવેદના પૂજન સાથે થઈ હતી. તથા પોથીયાત્રા, મહાપૂજા, સમુહ આરતી (Samuh Aarti), નરનારાયણ દેવનો અભિષેક, સાબરમતી નદીની આરતી, કથા-વાર્તા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. વિવિધ દિવસોમાં વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો પણ મહોત્સવમાં હાજરી આપશે.

    આ પણ વાંચો: અમદાવાદ : યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ, ફસાયેલા ભારતીયોની વ્હારે આવી ધાર્મિક સંસ્થાઓ

    આ મહોત્સવના પ્રથમ દિવસે ચારવેદોનું પૂજન, પોથીયાત્રા, પોથીપૂજન, કોવિડ જાગૃતિ, સ્વાસ્થ્ય માર્ગદર્શન, ઓર્ગનિક ખેતી અને હસ્તકલાનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. સાંજના સમયે સાબરમતી મૈયાની સમૂહ આરતીનું આયોજન શ્રી નરનારાયણદેવના જન્મ સ્થાન નારણઘાટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. જેમાં પદ્મશ્રી (Padma Shree) ભીખુદાન ગઢવી અને ગીતાબેન રબારી જેવા કલાકારોએ કાર્યક્રમને આનંદમય વાતાવરણથી આનંદિત કર્યો હતો.

    આ પણ વાંચો: સુરજ ભુવાજી દુષ્કર્મ કેસ, પીડિતાએ કહ્યું, મે ક્યારેય પૈસા માટે સુરજને પ્રેમ નહોતો કર્યો

    બીજા દિવસે મેડિટેશન તથા હરિટેજ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ત્યારપછીના દિવસે મહાપૂજા, ઓર્ગનિક ખેતી વિશે માર્ગદર્શન યોજવામાં આવ્યું હતું. આના દ્વારા લોકોને સચોટ માહિતિ અને જનજાગૃતિ લાવવામાં આવી હતી. રાતના સુમારે ડ્રોન શૉ (Drone Show), લાઈટ શૉ (Light Show) પછી આદિત્ય ગઢવી જેવા કલાકારો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Drone, Jay swaminarayan, Kalupur

    આગામી સમાચાર