કોઈ ડોક્ટર છે, તો કોઈ ફાર્માસિસ્ટ છે, તો કોઈ વેપારીઓ અને ટેક્નોલોજી એક્ઝિક્યુટીવ, ગુજરાતમાં જામેલા ચૂંટણી જંગના પ્રચારમાં હવે 60 NRIના સમૂહે પણ ઝંપલાવ્યું છે. જોકે આ સમૂહ લોકોને ગુમરાહ કરનારી તાકાતોથી બચવા માટે ચેતવી રહ્યું છે.
ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે.. 89 બેઠકો પરની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, અને બીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જનતાના દ્વાર ખટખટાવી રહ્યા છે. અને હવે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે NRI. રસાકસીભરેલી ચૂંટણીમાં રોજે રોજ નવા નવા ફણગા ફૂંટતા રહે છે. ત્યારે ચૂંટણી પહેલા જે ક્યારેય જોવા નહોતું મળતું તે હવે જોવા મળી રહ્યું છે, આ વખતની ચૂંટણીમાં. ગુજરાતી NRIનો સમૂહ ગુજરાતની સફરે છે.
60 અમીર ગુજરાતી NRIઓના ગુજરાતમાં ધામા. જેમાં ડોક્ટર, ફાર્માસસ્ટથી લઈને વેપારીઓ અને ટેક્નોલોજી એક્ઝિક્યુટીવ સુધીના તમામ લોકો સામેલ છે. તમામ NRI મતદાતાઓને ચૂંટણી પ્રત્યે જાગૃત થવા અને સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યા છે.
આ તમામ NRI પોતાના ખર્ચે પોતાના રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છ, અને આ તમામ લોકો મતદારોને ગુમરાહ કરનારી તાકાતોથી બચવા માટે ચેતવી રહ્યા છે. બીજેપીના કેટલાંક નેતાઓના કહેવા મુજબ આ NRIના સમૂહમાં કેટલાંક લોકો નરેન્દ્ર મોદીને અંગત રીતે જાણે છે.. જ્યારે તેઓ ગુજરાતા મુખ્ય પ્રધાન હતા.
60 NRIનો સમૂહ ગુજરાતમાં મતદાતાઓને જાગૃત કરવા અને ગેરમાર્ગે દોરનારા સંગઠનોથી દૂર રહેવા અપીલ કરતો નજરે પડી રહ્યો છે. તો જોવું રહ્યું કે 60 NRIઓના સમૂહનો પ્રચાર ભાજપની સત્તાની રાહ કેટલી આસાન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર