Home /News /gujarat /

ઉપવાસનો પાંચમો દિવસઃ હાર્દિક પટેલની હાલત બગડી, ચાલી શકવા અશક્ત

ઉપવાસનો પાંચમો દિવસઃ હાર્દિક પટેલની હાલત બગડી, ચાલી શકવા અશક્ત

હાર્દિક પટેલ

ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવા માટે સલાહ આપી છે, પરંતુ હાર્દિક પટેલ ઉપવાસ ચાલુ રાખવા મક્કમ છે.

    આમરણાંત ઉપવાસના પાંચમા દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિના સ્થાપક હાર્દિક પટેલની શારીરિક હાલત બગડી છે. ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવા માટે સલાહ આપી છે, પરંતુ હાર્દિક પટેલ ઉપવાસ ચાલુ રાખવા મક્કમ છે. પાંચમાં દિવસે હાર્દિકની શારીરિક હાલત લથડી છે. સતત ઉપવાસને કારણે હાર્દિક પટેલ પોતાની મેળે ઉઠીને ચાલી નથી શકતો. આજે હાર્દિકની મુલાકાત લેવા માટે સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ આવી પહોંચશે.

    હાર્દિકના ઘર બહાર પોલીસ પહેરો

    બુધવારે પણ હાર્દિક પટેલના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાર્દિકના ઘરમાં પ્રવેશતી તમામ ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે. આક્ષેપ છે કે પોલીસ અમુક લોકોને જ હાર્દિકના ઘરે પ્રવેશ આપી રહી છે, મોટી સંખ્યામાં આવતા લોકોને અહીંથી ભગાડવામાં આવી રહ્યા છે.

    હાર્દિક પટેલ


    યુરિન ઇન્ફેક્શન વધ્યું

    મંગળવારે હાર્દિક પટેલનું બે વખત મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલનું યુરિન સેમ્પલ લેવામાં આવ્યું હતું. સોલા સિવિલના ડોક્ટરોએ રિપોર્ટ બાદ હાર્દિકનું યુરિન ઇન્ફેક્શન વધ્યું હોવાની વાત કહી હતી તેમજ તેને વધારેમાં વધારે લિક્વિડ લેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ આપી હતી.

    પ્રફુલ પટેલ મળ્યા

    મંગળવારે એનસીપીના નેતા પ્રફુલ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને એનસીપીનું સમર્થન જાહેર કર્યું હતું. આ સમયે પ્રફુલ પટેલે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hardik Patel Fast, Paas, પાટીદાર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन