Home /News /gujarat /

અમદાવાદઃ પતિ સાથે જમવા આવેલી મહિલાની 4થી 5 શખ્સોએ કરી છેડતી

અમદાવાદઃ પતિ સાથે જમવા આવેલી મહિલાની 4થી 5 શખ્સોએ કરી છેડતી

ગુજરાતમાં મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો.

ગુજરાતમાં મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો.

    ગુજરાતમાં મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેમાં એક દંપતી જમવા ગયું હતું. જ્યા મહિલાની છેડતી થઇ હતી. છેડતી થયા બાદ પતિ અને મહિલાના ભાઇએ પ્રતિકાર કરતા 5થી વધુ લોકોએ તેના ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

    મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં મહિલાની છેડતી થઇ હોવાની ઘટના બની હતી. જ્યાં એક દંપતની જમવા ગયું હતું. જ્યાં ચારથી પાંચ લોકોએ મહિલાની છેડતી હતી. ત્યારબાદ મહિલાના પતિ અને ભાઇએ આ લોકોનો વિરોધ કર્યો હતો. જેના પગલે આ શખ્સો વચ્ચે બોલાચાલ થઇ હતી. આ અજાણ્યા લોકોએ ત્રણે ઉપર હુમલો કર્યો હતો.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાના કારણે મહિલાના હાથ, પીઠ ઉપર ઇજાઓ થઇ હતી. જ્યારે એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશન અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

    પીડિત મહિલા


    મંગળવારે રાત્રે 11.30 વાગ્યે બની હતી ઘટના

    પીડિતાના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે 11.30 વાગ્યે હું મારા પતિ સાથે રાયપુર દરવાજા પાસે જમવા આવી હતી. જમ્યા બાદ તે રીક્ષામાં બેઠી હતી ત્યારે ચાર પાંચ યુવકો તેની પાસે આવ્યા હતા અને મારી સાથે આવશો તેમ કહીને મારી પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. ત્યાર બાદ મારા પતિએ આ યુવકોને બોલ્યા કે તમારે મા-બહેન નથી. આ સાથે આ યુવકોએ પતિ સાથે ઝપાઝપી કરી હતી. જોકે ટોળાએ અમને છૂટા પાડીને જવા દીધા હતા. અમે આગળ નીકળ્યા હતા. અમે જ્યારે પારસી અગિયારી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં 10થી12 યુવકો સાથે ત્રણ જેટલી મહિલાઓ આવી પહોંચી હતી. અને અમારી સાથે મારા મારી કરી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Woman molestation, અમદાવાદ

    આગામી સમાચાર