Home /News /gujarat /5 મુદ્દાઓ જેણે ગુજરાત 2017ની ચૂંટણીને બનાવી 'કાંટે કી ટક્કર'

5 મુદ્દાઓ જેણે ગુજરાત 2017ની ચૂંટણીને બનાવી 'કાંટે કી ટક્કર'

ગુજરાત વિધાનસભાની 182 બેઠક ઉપર મતાન પુરૂ થતાની સાથે જ હવે સૌનાં મનમાં એક જ સવાલ સતાવે છે 'શું લાગે છે?' 'કોણ આવશે?'. આ મહત્વનાં સવાલની વચ્ચે જોઇએ કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ લોહી પરસેવાની મહેનત લગાવી દીધી છે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠક ઉપર મતાન પુરૂ થતાની સાથે જ હવે સૌનાં મનમાં એક જ સવાલ સતાવે છે 'શું લાગે છે?' 'કોણ આવશે?'. આ મહત્વનાં સવાલની વચ્ચે જોઇએ કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ લોહી પરસેવાની મહેનત લગાવી દીધી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 182 બેઠક ઉપર મતાન પુરૂ થતાની સાથે જ હવે સૌનાં મનમાં એક જ સવાલ સતાવે છે 'શું લાગે છે?' 'કોણ આવશે?'. આ મહત્વનાં સવાલની વચ્ચે જોઇએ કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ લોહી પરસેવાની મહેનત લગાવી દીધી છે. વાક યુદ્ધ હોય કે પછી જ્ઞાતી કાર્ડ તમામ મુદ્દાઓ આ વર્ષની ચૂંટણીમાં સળગતા રહ્યાં. આવો ત્યારે નજર કરીએ એવાં ખાસ મુદ્દાઓ પર જેણે વર્ષ 2017ની ચૂંટણીને ચર્ચાસ્પદ બનાવી દીધી.

1. ઐયર-મોદીનાં વિવાદીત નિવેદન
ગુજરાત 2017નું ઇલેક્શન આમ તો રાહુલ અને મોદીનું આમને-સામને જેવું રહ્યું. બંનેનું દિલ્હીથી આવવું અને ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચાર પ્રસાર કરવો. ચૂંટણી પ્રચારનાં 50 દિવસમાંથી તેમણે ગુજરાતમાં મોદીએ 20 અને રાહુલે 25 દિવસ વિતાવ્યાં. તેવામાં ઘણાં વાક પ્રહાર થયા. આ વચ્ચે જે સૌથી મોટા અને વિવાદસ્પદ નિવેદન રહ્યાં તે મણીશંકર ઐયર દ્વારા પ્રધાનમંત્રી મોદી માટે 'નીચ'
શબ્દનો પ્રયોગ. કોંગ્રેસ વરિષ્ઠ નેતા મણીશંકર ઐયરે પ્રધાનમંત્રી મોદી માટે તેમનાં ભાષણમાં નીચ શબ્દનો ઉપયોગ કર્યો. અને બાદમાં સ્પષ્ટતા પણ કરી કે તેમણે ઇંગ્લિશ શબ્દ 'Low'નાં ભાષાંતર રૂપે 'નીચ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપે મણીશંકરનાં આ શબ્દ પ્રયોગનો 'વોટ કાર્ડ' તરીકે ઉપયોગ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ તેમનાં તમામ ભાષણમાં આ વાતનો
ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ નેતા મણીશંકર ઐયરે તેમનાં માટે તદ્દન હલકી કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો અને આ ફક્ત તેમનું જ નહીં ગુજરાતની અસ્મિતાનું અપમાન છે. આ અપમાનનો બદલો ગુજરાતની જનતા ભાજપને 100 ટકા વોટ આપીને આપશે. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ તેમનાં પ્રચાર પ્રસાર દરમિયાન મનમોહન સિંઘ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પાકિસ્તાનનાં આલાઓ સાથે મણિશંકર ઐયરનાં ઘરે મિટિંગ કરી અને ગુજરાત ઇલેક્શન મુદ્દે તેમણે ચર્ચાઓ કરી છે. જ્યારે ભારતે પઠાણકોટ હુમલા બાદ પાકિસ્તાન સાથેનાં તમામ વાતચીતનાં વ્યવહાર રદ્દ કરી નાખ્યા છે. ત્યારે કોંગ્રેસને કેમ બંધબારણે મિટિંગ કરવી પડી. તો મોદીએ લગાવેલા આ આરોપથી કોંગ્રેસ રોષે ભરાઇ છે. અને તેણે આ બદલ પ્રધાનમંત્રી મોદીને માફી માંગવા પણ કહ્યું છે. આ જ મુદ્દે રાજ્યસભામાં શિયાળુ સત્ર પણ સ્થગિત કરવામાં આવ્યું છે.

2. અનામત આંદોલનની આંટીઘૂટી
ગુજરાત ચૂંટણીને સૌથી વધુ અસર કરતો મુદ્દો હોય તો તે છે અનામત આંદોલન. પાસ કન્વિનર દ્વારા કરવામાં આવેલાં આ આંદોલનને ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં લોકોએ સફળ બનાવ્યું. પાટીદાર અનામતનો મુદ્દો ગુજરાત ચૂંટણીમાં સળગતો રહ્યો. તો પાટિદાર કાર્ડ રમીને કોંગ્રેસે આ સળગતા મુદ્દામાં તેનાં હાથ પણ શેક્યા. આ સાથે જ કોંગ્રેસે તેનાં મેનિફેસ્ટોમાં પાટિદારને અનામત આપવાની વાત પણ કરી દીધી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કોંગ્રેસનાં અનામત આપવાનાં મુદ્દાને લોલીપોપ ગણાવ્યો. અનામતનો મુદ્દો ગુજરાતમાં આખુ વર્ષ સળગતો રહ્યો ઉપરાંત વર્ષ 2017ની ચૂંટણીમાં પણ પાટિદાર જ્ઞાતી જ ચર્ચા વિચારણાનું કેન્દ્ર બની. તેવામાં હવે જોવું એ રહ્યું કે અનામતની આંટીઘૂટી કોને ફળે છે.

3.હાર્દિક પટેલનો કથિત સીડી કાંડ
ચૂંટણી પહેલાં જો સૌથી વધુ કોઇ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો તે હતો હાર્દિક પટેલનો કથીત સીડી કાંડ ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસોમાં ચર્ચામાં રહ્યો. હાર્દિક પટેલની 22 કથિત સીડીઓ સોશિયલ મીડિયા પર ફરતી થઇ. આ સાથે જ ખુદ હાર્દિક પટેલે ભાજપ પર આરોપ મુક્યો કે આવી સીડીઓ ભાજપે જ બનાવી છે. અને તેને બદનામ કરવા આ કાવતરું ઘડ્યું છે. તો પોતે એવું પણ સ્વિકાર્યુ કે,
હું નપુંશક નથી. મારે પણ લગ્ન કરવાનાં છે. 22 વર્ષનાં છોકરાની સીડીઓ બનાવવાની જગ્યાએ રાજ્યનાં વિકાસ પર ધ્યાન આપે સરકાર તો સારું. તો બીજી તરફ ભાજપે હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલનું ચારિત્ર્ય આ પરથી જોવા મળે છે. પાટિદારનું નામ કલંકીત કરવાનાં કામ કરે છે હાર્દિક પટેલ. આ બધાની વચ્ચે હાર્દિક પટેલનો કથિત સીડી કાંડ કોને ફળે છે. જનતા હાર્દિક
પર ભરોસો મુકી કોંગ્રેસનો હાથ પકડે છે કે પછી હાર્દિક પટેલની કથીત સીડીઓને કારણે ભાજપ જશ ખાટી જાય છે. કારણ કે ગુજરાતની 71 વિધાનસભા સીટ એવી છે જેનાં પર 15 ટકાથી વધુ પાટીદાર વોટર્સ છે.

4. મોદી-રાહુલનું મંદીર રાજકારણ
મોદી રાહુલનાં મંદીર રાજકારણ પર વાત કરીએ તો મોદીએ રાજ્યમાં 28,119 કિલોમીટર પ્રચાર કર્યો હતો. મોદીએ ગુજરાતમાં 34 જગ્યાએ પ્રચાર પ્રસાર કર્યો. તેઓ ગાંધીનગર, ધોધા, દહેજ, વડોદરા, ભૂજ, જસદણ,ધારી, કડોદરા, મોરબી, પંચ, નવસારી, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ,ધર્મપુર, ભાવનગર, જૂનાગઢ,ધંધુકા, દાહોદ, નેત્રંગ, સૂરત, ભાભર, કલોલ, હિમ્મત નગર, વટવા,
લુણાવાડા, બારડોલી, આણંદ, મેહસાણા, પાલનપુર, સાણંદ, વડોદરા અને કલોલની મુલાકાત લીધી. ભૂજમાં આશાપુરા મંદીરથી શરૂ કરી અંબાજી સુધી મંદીર યાત્રા પણ કરી છે. તો બીજી તરફ રાહુલે પણ ગુજરાતનો નાથ બનવા માટે ઘણી મહેનત કરી છે. રાહુલે ગુજરાતમાં 20,010 કિલોમીટર પ્રચાર પ્રસાર કર્યો છે. જેમાં ભરૂચ, વલસાડ, સૂરત, ગાંધીનગર, નવસારી, હિમ્મતનગર, અંબાજી,
પાલનપુર, ભીલોડી, દીશા,વલિનાથ, રાધનપુર, પાટણ, શંખેશ્વર, મેહસાણા, વિજાપુર, પોરબંદર, સાણંદ, અમદાવાદ, વડોદરા,દાહોદ,સંતરામપુર, લુણાવાડા, બાયડ,ગાંધીનગર, દીવ, સોમનાથ જૂનાગઢ, અમરેલી સાવરકુંડલા, લાઠી, ગોપીનાથજી મંદીર, બોટાદ, ભાવનગર, વલ્લભીપુર, આણંદ, સમેશ્વર, તારાપુર, લિંબડી,વડનગર, વિજાપુર, ચાણસ્મા, અમદાવાદ, ડાકોર, અરવલ્લી, દેવદાર અને કલોલ જેવા સ્થળની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી 50 દિવસનાં પ્રચાર પ્રસારમાં 52 જેટલાં સ્થળની મુલાકાત લીધી હતી.

5. અલ્પેશ-હાર્દીક-જિગ્નેશની તિગડી
ગુજરાત ચૂંટણીમાં ભાજપને પજવતી તિગડી હોય તો તે છે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર. જી હાં ગુજરાત ચૂંટણીનું પાસુ પલટી શકે તેવાં આ ત્રણેય ચહેરાં જ્ઞાતીની રાજનીતી રમી રહ્યાં છે. અને તેમનો સંપૂર્ણ ટેકો કોંગ્રેસને છે. અલ્પેશ ઠાકોરે તો સ્પષ્ટ રીતે કોંગ્રેસને ટેકો આપી જ દીધો છે. પણ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ આડકતરી રીતે કોંગ્રેસને જ સાથ આપ્યો છે. ત્રણેય
ગુજરાતનાં મોટા જનસમુદાયને રજુ કરે છે અને તેમની આ જ તિગડી ભાજપને ભારે પડી શકે છે. એમ પણ કહેવત છે કે તિન તિગાડા કામ બીગાડા.. ત્યારે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ભાજપનું કેટલું બનેલું કામ બગાડી શકે છે તે કાલે જ માલુમ પડશે.

(માર્ગી પંડ્યાની રિપોર્ટ)
First published:

Tags: Assembly election 2017, Bjp gujarat, Congress Gujarat, Gujarat Election 2017, Jignesh Mevani, PMO India, અલ્પેશ ઠાકોર, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ

विज्ञापन
विज्ञापन