Home /News /gujarat /

આજે STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, થંભ્યા 7,000 બસના પૈડા

આજે STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, થંભ્યા 7,000 બસના પૈડા

ફાઇલ તસવીર

બુધવારે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

    વિભુ પટેલ, અમદાવાદ

    ગુરુવારથી એસટી બસના પૈડા થંભી  ગયા છે.  બુધવારે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ ઉપર જવાની યોજના બનાવી હતી. જેને સફળ બનાવવા માટે એસટી નિગમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે  બુધવારે ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. પડતર પ્રશ્નોને લઇને યોજાયેલી બેઠકમાં યોગ્ય હલ મળે તે માટે વાતચીત થઇ હતી. સાથે સાથે ગુરુવારે એસટીના કર્મચારીઓની માસ સીએલને સફળ બનાવવા માટે પણ રણનીતિ ઘડી હતી.

    સુત્રોના જણાવ્યા પગલે આ રણનીતિના ભાગરૂપે એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા  બુધવારે મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે.  સાથે સાથે આજ સમયે એસટી બસના પણ પૈડા થંભી જશે. સમગ્ર આ નિર્ણયથી એક સાથે 7000 હજાર એસટી બસના પૈડા બુધવાર મોડી રાતથી જ થંભી  ગયા છે.

    STના કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે સીએમ, ડે.સીમ જેવા પદાધીશો સાથે મળીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કંઇ નિવેડો આવ્યો નથી. એનો મતલબ એ છે કે સરકાર પોતે એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર જાય એવું ઇચ્છે છે. બાકી કામદારો માસ સીએલ ઉપર જવા ન્હોતા માંગતા. પરંતુ વારંવાર છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલનું બ્રહ્માશ્ત્ર આપવું પડ્યું છે.

    એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે.

    મોરબી એસટી વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાં એસટી કર્મચારીઓની માસ સીએલના પગલે મોરબી ેસટી વિભાગની કુલ 54 બસોના બંધ થતાં 200થી વધુ રૂટ ઉપર અસર થશે. આ સાથે 180 કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ પણ આપવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: ST Bus, ST Department, કર્મચારી`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन