Home /News /gujarat /

દાહોદ: છ સંતાનોની માતા 14 વર્ષના સગીરને લઇને ભાગી ગઇ, પિતાએ પોલીસને કરી જાણ

દાહોદ: છ સંતાનોની માતા 14 વર્ષના સગીરને લઇને ભાગી ગઇ, પિતાએ પોલીસને કરી જાણ

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Dahod news: આ મહિલાના 6 સંતાનો છે અને પતિ છે છતાં સગીર પ્રેમી સાથે પિયર ભાગી ગઇ છે.

    દાહોદ: રાજ્યમાં એક ચોંકાવનારું પ્રેમ પ્રકરણ (love) સામે આવ્યું છે. જેને જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો. દાહોદમાં (women escaped with teenager) 6 સંતાનોની માતાને 14 વર્ષના સગીર (Minor love) સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ બંને ફરાર થઇ ગયા છે. આ કેસમાં સગીરના પિતાએ પોલીસમાં લેખિત જાણ કરી છે અને પોતાના પુત્રનો કબજો લેવા માટે લેખિતમાં જાણ કરી છે.

    કિશોર હાલ આઠમા ધોરણમાં ભણે છે

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના ફતેપુરાના એક ગામડાની આશરે 40 વર્ષની મહિલાને તેના ગામ પાસે રહેતા 14 વર્ષના સગીર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. 40 વર્ષની મહિલા પરિણીત છે અને પરિવારમાં 6-6 બાળકો છે. તો બીજી બાજુ સગીર કિશોર હાલ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કિશોર પોતાના માતા પિતા સાથે ગાંધીનગર બાજુએ મજૂરી કામ કરતો હતો. ત્યાં જ એક સાઇટ પર આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાં કામ કરતા મહિલાને સગીર સાથે મનમેળ થતા તેને સમજાવીને 15 દિવસથી સુખપર ગામમાંથી લઇને ભાગી ગઇ હતી.

    મહિલા ફરીથી સગીરને ભગાડી ગઇ

    સગીર મોડી સાંજ સુધી પરત ન ફરતા તેના પરિવારને ચિંતા થઇ રહી હતી. જેથી સગીરની તપાસ શરૂ કરી હતી. જે બાદ પરિવારને આ મહિલા સગીરને લઇને ભાગી ગયાનું જાણ થયું હતુ. પરિવારને દસેક દિવસ બાદ જાણ થઇ હતી કે, તેમનો દીકરો મહિલા સાથે રહે છે. જેથી પરિવાર ત્યાં પહોંચીને પોતાના દીકરાને સમજાવીને પાછા જતા હતા. આ દરમિયાન મહિલા સંતરામપુર બસ સ્ટેશન પરથી ફરીથી સગીરને પટાવીને ફરીથી પોતાની સાથે લઇ ગઇ હતી.

    આ પણ વાંચો- વડોદરા: પત્નીનો આક્ષેપ, 'પતિ દારૂ પીને તેના ભાઇ અને પિતા સાથે સંબંધ બાંધવાનું કહેતો'

    પિતાએ કરી પોલીસ ફરિયાદ

    મહિલા સગીરને પોતાના પિયર રાજસ્થાનના સજ્જનગઢ તાલુકાના એક ગામડામાં તેના પિતાના ઘરે લઇ ભાગી ગઈ હતી. હાલ પંદર દિવસ ઉપરાંતથી આ કિશોર પ્રેમમાં અંધ મહિલાના પિતાના ઘરે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમા મહિલાના પતિ સહિત 6 બાળકો હયાત છે. તેમ છતાં મહિલાના સાસરી પક્ષવાળાઓ બાળ કિશોરના ગામે જઈ આ કેસનો નિકાલ કરી લઈએ તેમ જણાવી રહ્યા છે. જ્યારે મહિલાના પિતા કિશોરના પિતાને તમો આવી તમારા છોકરાને લઈ જાઓ તેમ ફોનથી જણાવતા હોવાનું કિશોરના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ લેખિતમાં જાણ કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dahod, Love, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन