Home /News /gujarat /અમદાવાદના રસ્તા પર દોડતી AMTS-BRTS બસ હવે ભૂતકાળ બનશે

અમદાવાદના રસ્તા પર દોડતી AMTS-BRTS બસ હવે ભૂતકાળ બનશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 40 જેટલી ઈલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યુ...

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 40 જેટલી ઈલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યુ...

હવે અમદાવાદના રસ્તાઓ પર ડીઝલથી દોડતી બીઆરટીએસ અને એએમટીએસ બસો ભૂતકાળ બની જશે. અમદાવાદ કોર્પોરેશન ટૂંકમાં શરૂ કરવા જઈ રહ્યુ છે ઈલેક્ટ્રીક બસ. 60 કરોડના આ પ્રોજેક્ટથી શહેરને પ્રદૂષણથી મુક્ત કરવામાં મદદ મળશે, જોઈએ આ રિપોર્ટ

ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોને કારણે અમદાવાદમાં પ્રદુષણે માઝા મૂકી છે. પ્રદુષણ ઘટાડવા અને સુવિધાજનક મુસાફરી આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવાનું આયોજન કરી રહ્યુ છે. BRTS બોર્ડની મળેલી બેઠકમાં ઈલેક્ટ્રીક બસ માટેના ટેન્ડરને બહાલી આપવામાં આવી છે. આ ઈલેક્ટ્રીક બસો દોડાવવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જેથી ટૂંકમાં હવે અમદાવાદના રસ્તાઓ પર આ ઈ-બસ જોવા મળી શકે છે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 40 જેટલી ઈલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેની સાથે 20 ઈ મેકિસ ગાડી અને 20 ફોર સીટર રિક્ષા પણ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇ મિડી બસમાં 34 થી 37ની બેઠક વ્યવસ્થા હશે. બસ એકવાર ચાર્જ થયા પછી 180 કિમી દોડશે. જોકે આ એક ઈ-બસની કિંમત 1.40 કરોડ રૂપિયા છે. પ્રતિકિલોમીટર 6 થી 7 રૂપિયામાં પડશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. કુલ 60 કરોડનો આ પ્રોજેક્ટ છે. જે વર્ષ 2018-19ના બજેટમાં મૂકાશે. ભારત સરકાર ખર્ચ પેટે 60 ટકા ગ્રાન્ટ ફાળવશે.

ડિઝલ બસમાંથી નીકળતા ધુમાડાના પગલે પર્યાવરણને મોટું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે સ્માર્ટ સીટી અને હેરિટેજ સીટી એવા અમદાવાદમાં પ્રદુષણ PM 2.5ને વટાવી ગયુ છે તેને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવાનો પ્રયોગ કરવાનો વિચાર તો કરી રહ્યુ છે પરંતુ શું માત્ર 40 ઈ-બસોથી પ્રદૂષણમુક્ત શહેર થઈ જશે ખરૂ. જો કે વિપક્ષે કોર્પોરેશનના ઈ-બસના ટેન્ડરને લઈને પ્રહારો કર્યા હતા.

સ્ટોરી - પ્રણવ પટેલ
First published:

Tags: BRTS, Started, અમદાવાદ, એએમટીએસ, એએમસી, બસ

विज्ञापन
विज्ञापन