Home /News /gujarat /

અમદાવાદમાં મોડી રાતે મકાનની દીવાલ ધરાશાયી, 4 લોકોનાં મોત

અમદાવાદમાં મોડી રાતે મકાનની દીવાલ ધરાશાયી, 4 લોકોનાં મોત

દીવાલ ધરશાયી થઇ

  જનક દવે, અમદાવાદ : અમદાવાદમાં મોડી રાતથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરનાં શેલામાં વરસાદને પગલે દીવાલ ધરાશાયી થતા ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મોડી રાતે આ દુર્ઘટના બની હતી જેમાં ચાર લોકો દટાયા હતાં. જે બાદ ફાયર વિભાગ આવીને આ લોકોને સોલા સિવિલ હોલ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક દુર્ઘટના બની છે. શહેરનાં શેલા વિસ્તારમાં આવેલા  નિસર્ગ બંગ્લોનાં એક મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. આ દિવાલ ચાર લોકો પર પડી હતી. ફાયર વિભાગ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતાં.

  નડિયાદમાં પણ ધરાશયી થતાં 4 લોકોનાં મોત થયા છે.


  નડિયાદમાં પણ ચાર લોકોનાં મોત

  નડિયાદમાં એક 20 વર્ષ જૂનું રહેણાક એપાર્ટમેન્ટ ધરાશાયી થઇ હતું, જેમાં કાટમાળ નીચે દટાઈ જવાનાં કારણે 4 લોકોનાં મોત થયા છે જ્યારે પાંચ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Collapsed, Heavy rain, અમદાવાદ, ગુજરાત, ચોમાસુ

  આગામી સમાચાર