Home /News /gujarat /

ગુજરાતમાં ભાજપ 3D મેપિંગ ટેક્નોલોજી દ્વારા કરશે પ્રચાર

ગુજરાતમાં ભાજપ 3D મેપિંગ ટેક્નોલોજી દ્વારા કરશે પ્રચાર

ગુજરાતમાં ભાજપ 3ડી મેપિંગ ટેક્નોલોજી દ્વારા કરશે પ્રચાર

ગુજરાતમાં ભાજપ દ્વારા ઘણા માધ્યમોનો ઉપયોગ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે

  મયુર માંકડિયા, અમદાવાદ: લોકસભાની ચૂંટણી લઇને રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા ઘણા માધ્યમોનો ઉપયોગ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

  ખાસ કરીને ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રચાર માટે ફ્લેશ મોબનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 16 ફ્લેશ મોબ ટીમો દ્વારા પ્રચાર કરાઇ રહ્યો છે. ભાજપના નેતાઓ ફ્લેશ મોબને સફળ માની રહ્યાં છે.

  ઉપરાંત ભાજપ ફરી ટેક્નોલોજીના માધ્યમથી પ્રચાર કરશે. ભાજપ દ્વારા 3ડી મેપિંગ દ્વારા પ્રચાર ચાલુ કરાશે. અમદાવાદના વસ્ત્રાપુર લેક, રાજકોટ રેસકોશ, અમરેલી અને વડોદરામાં 3ડી મેપિંગથી પ્રચાર કરવામાં આવશે.

  આ પણ વાંચો: અમદાવાદમાં ઘર ભાડે રાખીને વેચતા હતા દારૂ, 2 વ્યક્તિની ધરપકડ

  ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ખૂબ જ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી અને સ્ટાર પ્રચારકોની મદદથી પણ સમગ્ર ગુજરાતમાં પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, ગુજરાત, ટેકનોલોજી, ભાજપ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन