ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદનાં મણિનગરમાં અનેક ટ્રેનોનું સ્ટોપેજ નથી હોતું. તો પણ અહીં મોટાપ્રમાણમાં મુસાફરો જીવનાં જોખમે ઉતરતા હોય છે. ગઇકાલે સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસનું મણિનગર પર સ્ટોપેજ પર ટ્રેન ધીમી પડી હતી. ત્યારે એસી કોચમાંથી એક 38 વર્ષનો યુવાન ટ્રેનનાં બારણાં પાસે ઉભો હતો. અચાનક તેને ચક્કર આવી જતાં તે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઇ જતા તેના બંન્ને પગ કપાઇ ગયા હતાં. જે બાદ તેમને સારવાર માટે સિવિલમાં લઇ જવામં આવ્યાં હતાં.
આ દુર્ઘટના અંગે રેલવે અધિકારીએ જણાવ્ચું કે , 'સુરત જામનગર ઇન્ટરસિટીનું મણિનગરમાં સ્ટોપેજ નથી. બુધવારે સાંજે આશરે 4.30 કલાકે મણિનગર સ્ટેશન પરથી ટ્રેન ઓછી સ્પીડમાં પસાર થઇ રહી હતી. ત્યારે જ એસી કોચમાં અંકલેશ્વરથી અમદાવાદની મુસાફરી કરી રહેલા જયેન્દ્રસિંહ જગતપાલસિંહ ચંદેલ ચાલુ ટ્રેને ગેટ પાસે ઉભા હતાં. ત્યારે જ અચાનક તેઓ પડી જવાથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયા હતાં. આ અકસ્માતમાં તેમના બંન્ને પગ કપાઇ ગયા હતાં. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.'ૉ
ભરૂચમાં ચાલુ ટ્રેને ઉતરતા યુવકનું મોત નીપજ્યું હતું
ગત 7 જુલાઇના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ઇકરામ ઇકબાલભાઇ પટેલ(28) બેલેન્સ ગુમવતા ટ્રેન નીચે આવી ગયો હતો. યુવાન ટ્રેન નીચે કચડાઇ ગયો હતો. જે બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે યુવાનને બચાવી શકાયો નહોતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં.