Home /News /gujarat /

રાજ્યમાં 38 જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં કુલ 80.64 ટકા પાણી

રાજ્યમાં 38 જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં કુલ 80.64 ટકા પાણી

ડેમની તસવીર

રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 36 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 38 જળાશયો છલકાયા છે.

    ગીતા મહેતા, ગાંધીનગરઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. 19 ઓગસ્ટ-2019 સવારે 8.00 કલાકની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 36 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 38 જળાશયો છલકાયા છે. 43 જળાશયો 70 થી 100 ટકા તેમજ 21 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે.

    સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 80.64 ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.


    રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 2,65,059, વણાકબોરીમાં 59,386, કડાણામાં 47,954, ઉકાઇમાં 39,102, દમણગંગામાં 9,358, કરજણમાં 6,038 ક્યુસેકનો સમાવેશ થાય છે.

    ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.88 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79.78 ટકા, કચ્છના 20 જળાશયોમાં 60.93 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 52.37 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 70.81 ટકા એટલે 3,94,187.44 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ગુજરાત

    આગામી સમાચાર