Home /News /gujarat /

VIDEO: અમદાવાદમાં ચાલુ ગાડીએ સ્કૂલવાનમાંથી 3 બાળકો રસ્તા પર પટકાયા

VIDEO: અમદાવાદમાં ચાલુ ગાડીએ સ્કૂલવાનમાંથી 3 બાળકો રસ્તા પર પટકાયા

વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા

વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા

    નવીન ઝા, અમદાવાદ: અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોને કાયદાનો જરા પણ ડર નથી, આરટીઓ દ્વારા સ્કૂન વાન ચાલકો માટે કડક નિયમ અને ગાઈડલાઈન્સ બનાવ્યા છતા, આરટીઓ અધિકારીઓ અને વાન ચાલકોની મીલિભગતથી બેરોકટોક નિયમોને ભંગ કરી ખુલ્લેઆમ ઘેટાંબકરાંની જેમ વાનમાં બાળકોને ભરવામાં આવે છે. આજે ફરી અમદાવાદમાં સ્કૂલવાનમાં એક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં 3 બાળકો ચાલુ ગાડીએ રોડ પર પટકાયા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને ત્યારે નિયમોના પાલન કરાવવાનો દેખાડો કરવામાં આવે છે, ત્યારબાદ જેમનું તેમ ચાલવા લાગે છે.  આ રીતે નિયમોનો ભંગ કરવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, અને બાળકોનો જીવ જોખમમાં મુકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Running, School van, અમદાવાદ

    આગામી સમાચાર