liveLIVE NOW

LIVE: બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેનનો ચાર્જ પીરાજી ઠાકોરને સોપાયો

આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ આવશે. અમદાવાદમાં તેમનો રોડ શો થશે. જે માટે પોલીસ પરવાનગી પણ મળી ગઇ છે. અરવિંદ કેજરીવાલનાં રોડ શોને મંજૂરી મળવાં માટે તેમણે પોલીસનો આભાર પણ માન્યો હતો. આજે IPLની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલનો મુકાબલો થશે જેમાં ફરી એક વખત હાર્દિક પટેલ તેનાં બેટથી રનનો વરસાદ કરતો જોવા મળી શકે છે. આજે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભની સાથે સાથે ચેટીચાંદ અને ગુડી પડવાનો પણ પર્વ છે.

  • News18 Gujarati
  • | April 02, 2022, 17:16 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    17:18 (IST)

    ગીર સોમનાથના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો. મકાનમાં કોઇ ન હોવાથી જાનહાની ટળી

    17:17 (IST)

    ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર
    ઉનાળામાં ગુજરાતને પીવાના પાણીની નહીં પડે તકલીફ
    સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી

    17:16 (IST)

    બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેનનો ચાર્જ પીરાજી ઠાકોરને સોપાયો..

    ગઈકાલે બનાસબેન્કના ચેરમેંન અણદાભાઈ પટેલે આપ્યું હતું રાજીનામું 

    બનાસબેંકના ચેરમેનનો ચાર્જ પીરાજી ઠાકોરને આપતા તેમના સમર્થકોમાં ખુશી.

    12:25 (IST)

    દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપનાં મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદનાં સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, બંનેએ રેટિંયો કાંત્યો

    આજે શનિવાર, બીજી એપ્રિલ 2022 (2ND April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશનાં (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજથી ચૈત્રી નવરાત્રી શરુ થતી હોવાથી અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર થશે અને મંદિરમાં ઘટ્ટ સ્થાપનનું પણ આયોજન કરાશે. આજે દિલ્હી અને પંજાબનાં મુખ્યમંત્રી ગુજરાત આવવાનાં છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ આવશે. અમદાવાદમાં તેમનો રોડ શો થશે. જે માટે પોલીસ પરવાનગી પણ મળી ગઇ છે. અરવિંદ કેજરીવાલનાં રોડ શોને મંજૂરી મળવાં માટે તેમણે પોલીસનો આભાર પણ માન્યો હતો. આજે IPLની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલનો મુકાબલો થશે જેમાં ફરી એક વખત હાર્દિક પટેલ તેનાં બેટથી રનનો વરસાદ કરતો જોવા મળી શકે છે. આજે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભની સાથે સાથે ચેટીચાંદ અને ગુડી પડવાનો પણ પર્વ છે.