Home /News /gujarat /

ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ

ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ

પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા 6નાં મોત થયા છે. આજે શહેરની તમામ શાળા કોલેજો બંધ કરાઈ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : વડોદરા શહેરમાં એક જ દિવસમાં 11 ઇંચ અને 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર થયું છે. ભારે વરસાદના કારણે શહેરના એક લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું છે. વડોદરામાં ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ કરાઈ છે.

    રદ કરાયેલી ટ્રેનોની વિગત
    વડોદરા રેલવે ડિવિઝન દ્વારા આણંદ બરોડા ડેમુ, બરોડા-અમદાવાદ ઇન્ટરસિટી, ગાંધીનગર બરોડા ડેમુ, અમદાવાદ બરોડા ઇન્ટરસિટી, કેન્સલ કરવામા આવી છે. જ્યારે 6 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. વડોદરામાં વહેલી સવારે મધ્ય પ્રદેશથી વડોદરા પહોંચતી જબલપુર સોમનાથ એક્સપ્રેસ અને ઇંદોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ગોધકરા સ્ટેશનથી આણંદ ડાયવર્ટ કરાઈ છે.


    આ પણ વાંચો :   વડોદરામાં મોડી રાતે NDRF-SDRFની ટીમ રેસ્ક્યૂમાં જોડાઇ, 400થી વધુનું સ્થળાંતર

    35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    આજે ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat rain, Trains, Vadodara rain

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन