વડોદરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 23 પોલીસકર્મીને મેમો ફટકાર્યો

News18 Gujarati
Updated: September 16, 2019, 8:57 PM IST
વડોદરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 23 પોલીસકર્મીને મેમો ફટકાર્યો
વડોદરા શહેર પોલીસે કાયદાનો ભંગ કરનાર પોલીસ કર્મીઓને પણ દંડ ફટાકાર્યો હતો.

વડોદરા શહેર પોલીસ દ્વારા (vadodara City Police) દ્વારા ટ્રાફિકના નિયમો (motor vehicle Act)નો ભંગ કરનારા પોલીસકર્મી (Police) પાસેથી દંડ વૂસાલાયો (Traffic Fines)

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : આજથી મોટર વ્હિકલ એક્ટનાં નવા દંડની રકમ સાથે નાં નિયમો નો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા માં વિવિઘ સ્થળોએ ટ્રાફિક ડ્રાઇવનું (moter vehicle act) પણ ટ્રાફિક પોલીસ (Traffic police)દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન શહેરમાં 23 પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડાયા હતા. (Traffic Fine) પોલીસકર્મીઓ પાસે હેલ્મેટ ન પહેર્યુ હોય, સીટબેલ્ટ ન બાંધ્યો હોય વગેરે જેવા નિયમોના ભંગ બદલ 15,500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.

વહેલી સવારે વડોદરા શહેરની એક મહિલા એલ.આર.ડી. જવાન હેલ્મેટ વગર વાહન હંકારી રહી હતી ત્યારે તેને ચેકિંગ દરમિયાન 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શહેરમાં અનેક ચેકિંગ પોઇન્ટ પર પોલીસકર્મીઓ કાયદાનો ભંગ નજરે ચડ્યાં હતા જોકે, કાયદાથી કોઈ છટકી શકતું નથી તેથી પોલીસને પણ દંડ કરવામાં આવ્યો છે.

વકીલોની રજૂઆત

આજે અમદાવાદ બાર એસોસિએશન તથા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગૃહ રાજ્ય મંત્રી, અમદાવાદ પોલીસ કમિશનર, તથા ટ્રાફિક પોલીસ અધિકારી કંટ્રોલરૂમ વગેરેને પત્ર લખી રજૂઆત કરી છે કે, કોર્ટ વર્કિંગ અવર્સ દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના નામે વકીલોને કનડગત નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 'મારા માથાની સાઇઝનું હેલ્મેટ કોઈ કંપની બનાવતી નથી', છોટાઉદેપુરના ચાલકની મજબૂરી

ક્યા કાયદાના ભંગ બદલે કેટલો દંડ?લાઇસન્સ : લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો અત્યાર સુધી 100 રૂપિયા દંડ કરવામાં આવતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો.જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે.

હેલ્મેટ : ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. હેલ્મેટ ન પહેર્યુ હોય અથવા તો ફોર વ્હિલર ચાલાવતા સમયે સિટ બેલ્ટ ન બાંધલો હોય તો અત્યારે 100 રૂપિયા દંડ થાય છે. નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.

આ પણ વાંચો : નવસારીમાં ભૂકંપનો ઝટકો, 5 સેકન્ડ ધ્રૂજી નવસારીની ધરા

ત્રીપલ સવારી : ટુ વ્હિલર પર ત્રીપલ સવારી હોય તો પહેલા 100 રૂપિયા દંડ થતો જે નવા નિયમ પ્રમાણ પણ 100 રૂપિયા દંડ કરવામાં આવશે.ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે.જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500,એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે. ઓવર સ્પીડીંગ વાહનચાલકને અત્યારે 400 રૂપિયા દંડ થય રહ્યો છે.

 
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर