Home /News /gujarat /

અમદાવાદઃ 5 વર્ષમાં 22,000 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં ગયા!

અમદાવાદઃ 5 વર્ષમાં 22,000 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં ગયા!

ફાઈલ ફોટો

    બુદ્ધિજીવી લોકો શિક્ષણનું વ્યાપારીકરણ રોકવા માટે પ્રતિદિવસે બૂમબરાડા કરી રહ્યાં છે. પરંતુ શિક્ષણના વેપારને રોકવો માત્ર વાલીઓના હાથમાં જ છે. તેવામાં એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે, જે ખાનગી શાળાઓના સંચાલકોને થોડા અંશે ઝાટકો આપી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 22,000 વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ શાળાઓ છોડીને અમદાવાદ મ્યૂનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે.

    હાલમાં જોઈએ તો ગામડાઓમાં વાલીઓમાં તેમના છોકરાઓને પ્રાઈવેટ શાળાઓમાં ભણાવવા માટે હરિફાઇ લાગી છે, બિલાડીની ટોપ ફુટી નિકળે તેવી રીતે શાળાઓ ગામડાઓના ખેતરોમાં પણ ફુટી નિકળી છે. તેવામાં અમદાવાદ જેવી મેગા સિટીમાં વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાં ભણાવવાનું શરૂ કરી રહ્યાં છે તો ગામડાઓમાં પ્રાઈવેટ શાળાઓનું વલણ વધી રહ્યું છે.

    અમદાવાદમાં આવેલ પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરતાં બાર વર્ષના ઝૈદના માતા-પિતાનું કહેવું છે કે, પ્રાઈવેટ શાળાઓ જે રીતની અભ્યાસ માટેની ફિ લે છે તે પ્રમાણે ભણતર આપતી નથી, જ્યારે સરકારી શાળાઓમાં ફિમાં પણ સારી રીતે ભણતર આપવામાં આવી રહ્યું છે. ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં ઝેદનું રિઝલ્ટ ખરાબ આવતા શાળાના પ્રિન્સિપાલે તેના વાલીને રિઝલ્ટમાં સુધાર કરવા માટે જણાવ્યું હતું કે, તમારે 590 રૂપિયા મહિનાની ફિ ઉપરાંત 6 મહિનામાં બે વખત 700 રૂપિયાનું ઈન્સ્ટોલમેન્ટ આપવું પડશે. જો કેષ ઝેદના વાલીની પરિસ્થિતિ એટલી બધી સારી નહતી કે, તે કોઈ અન્ય વધારાના ખર્ચને પહોંચી વળે, તેથી તેમને બાળકને પ્રાઈવેટ શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરી દીધો હતો.

    ઝેદના વાલી હસનભાઈની બહેને પણ તેમના દિકરાને વિશ્વભારતી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કર્યો છે. હસન ભાઈના જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ શાળાઓ કરતાં મ્યૂનિશિપલ શાળાઓનું ભણતર વધારે સારૂ છે. આમ પાછલા પાંચ વર્ષમાં અમદાવાદની પ્રાઈવેટ શાળાઓમાંથી 21757 વિદ્યાર્થીઓએ સરકારી શાળાની વાટ પકડી હતી. આમ પ્રાઈવેટ શાળાઓ જે પ્રમાણેની ફિ લઈ રહી છે તેના સામે ભણતર આપવામાં સફળ સાબિત થઈ રહી નથી. તેવામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓની વાટ પકડી રહ્યાં છે.

    ક્યા વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ થયા શિફ્ટ

    2018-19- 4006
    2017-18- 4687
    2016-17- 4946
    2015-16- 4498
    2014-15- 3620
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Private school, એએમસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन