વડોદરા : 21 વર્ષની વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કુદી આપઘાત કર્યો

વડોદરા : 21 વર્ષની વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કુદી આપઘાત કર્યો
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીની ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, સોમવારે કોલેજ શરૂ થતાં જ સુરતથી આવી હતી

 • Share this:
  વડોદરા : વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થિની શ્રૃતી નાયકે ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કુદી આપઘાત કર્યો છે. 21 વર્ષીય શ્રૃતી ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કૂદી આપઘાત કર્યો છે.

  સુમનદીપ વિદ્યાપીઠની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્રૃતિ નાયકે સાતમાં માળેથી કુદી આપઘાત કર્યો છે. હોસ્ટલના નીચેથી પડવાનો અવાજ આવતા જ હોસ્ટેલમાં ચિફ વોર્ડન, સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટ્સ દોડી આવ્યા હતા. તેમણે શ્રૃતિને કેમ્પસની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ હોસ્પિટલના તબીબો તેની બચાવી શક્યા ન હતા.  આ પણ વાંચો - અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ મુદ્દે થયો ખુલાસો, આવું હતું કારણ

  દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવી હતી. લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:January 08, 2021, 18:17 pm

  ટૉપ ન્યૂઝ