દિલ્હી બ્લાસ્ટ કેસ: માસ્ટરમાઇન્ડને 10 વર્ષની કેદ, 2 નિર્દોષ, 62 લોકોના થયા હતા મોત
દિલ્હી બ્લાસ્ટ કેસ: માસ્ટરમાઇન્ડને 10 વર્ષની કેદ, 2 નિર્દોષ, 62 લોકોના થયા હતા મોત
વર્ષ 2005માં દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આજે 12 વર્ષ બાદ ફેંસલો સંભળાવ્યો છે જેમાં સરોજિની નગરમાં થયેલા આ ધમાકાના માસ્ટર માઇન્ડ તારિક અહમદ ડારને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો બે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

નવી દિલ્હી #વર્ષ 2005માં દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આજે 12 વર્ષ બાદ ફેંસલો સંભળાવ્યો છે જેમાં સરોજિની નગરમાં થયેલા આ ધમાકાના માસ્ટર માઇન્ડ તારિક અહમદ ડારને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો બે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
તારિક અહમદ સુનાવણી દરમિયાન 10 વર્ષની સજા જેલમાં કાપી ચૂકયો છે. 2005માં દિપાવલીના એક દિવસ પહેલા જ થયેલા વિસ્ફોટમાં 62 લોકોના મોત નીપજયા હતા અને 210 લોકો ઘાયલ થયા હતા.
કોર્ટે 2008માં આ કેસના આરોપી માસ્ટરમાઇન્ડ ડાર અને બે અન્ય આરોપીઓ વિરૂધ્ધ દેશ વિરૂધ્ધ યુધ્ધ છેડવાનો, ષડયંત્ર રચવાનો, હથિયાર ભેગા કરવાનો, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના ગુના નક્કી કર્યા હતા. દિલ્હી પોલીસે ડાર વિરૂધ્ધ આરોપનામું દાખલ કરાયું હતું. જેમાં એના કોલ ડિટેઇલ્સનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેનાથી એ વાત સામે આવી હતી કે તે લશ્કર એ તોયબા સાથે સંકળાયેલો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર