ઈસ્લામની નિંદાના આરોપસર બે હિન્દૂ શિક્ષકોને જેલની સજા
ઈસ્લામની નિંદાના આરોપસર બે હિન્દૂ શિક્ષકોને જેલની સજા
બાંગ્લાદેશ માં ઈસ્લામની નિંદા કરવાના નામ પર લઘુમતીઓનું ઉત્પીડન યથાવત છે. અહીંયા ઈસ્લામની નિંદાના આરોપમાં બે હિન્દૂ શિક્ષકોને છ મહિના જેલવાસની સજા ફટકારવામાં આવી છે.
બાંગ્લાદેશ માં ઈસ્લામની નિંદા કરવાના નામ પર લઘુમતીઓનું ઉત્પીડન યથાવત છે. અહીંયા ઈસ્લામની નિંદાના આરોપમાં બે હિન્દૂ શિક્ષકોને છ મહિના જેલવાસની સજા ફટકારવામાં આવી છે.
નવી દિલ્હી# બાંગ્લાદેશ માં ઈસ્લામની નિંદા કરવાના નામ પર લઘુમતીઓનું ઉત્પીડન યથાવત છે. અહીંયા ઈસ્લામની નિંદાના આરોપમાં બે હિન્દૂ શિક્ષકોને છ મહિના જેલવાસની સજા ફટકારવામાં આવી છે. બ્રિટિશ કાળના કાયદા હેઠળ બાંગ્લાદેશમાં કોઇ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો છે.
બાંગ્લાદેશના બાગેરહાટની એક મુસ્લિમ અદાલતે શિક્ષક કૃષ્ણપદ મૌલી અને સહાયક શિક્ષક અશોક કુમારને છ મહિનાની જેલની સજા ફટકારી છે. અધિકારીઓના અનુસાર બાગેરહાટ સ્થિત હિઝલા હાઇસ્કુલના શિક્ષક કૃષ્ણપદ અને અશોક કુમારે ઈસ્લામના વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બાદ લોકો રોષે ભરાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક શિક્ષકે ક્લાસરૂમમાં ઈસ્લામ અંગે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી રોષે ભરાયેલા અમુક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. વિરોધ કરી રહેલા લોકોએ સ્કુલની અંદર આ બન્ને શિક્ષકોને બંધક બનાવી લીધા હતા. મામલાની જાણ થતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંધક શિક્ષકોને મુક્ત કરાવ્યા હતા. એક મોબાઇલ કોર્ટે સુનાવણી દરમિયાન આ બન્ને શિક્ષકોને સજા ફટકારવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર