Home /News /gujarat /ગોજારો રવિવાર: ચાર અકસ્માત, 2ના સ્થળ પર જ મોત, 27 ઘાયલ

ગોજારો રવિવાર: ચાર અકસ્માત, 2ના સ્થળ પર જ મોત, 27 ઘાયલ

વાહન ચાલકની એક નજીવી ભૂલ મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ ચાર અકસ્માતની ઘટના રાજ્યમાં આજે સામે આવી છે, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 27 જેટલા લોકો ઘાયલ થયા છે.

વાહન ચાલકની એક નજીવી ભૂલ મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ ચાર અકસ્માતની ઘટના રાજ્યમાં આજે સામે આવી છે, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 27 જેટલા લોકો ઘાયલ થયા છે.

    રાજ્ય સહિત દેશભરમાં રોજે-રોજ એકસ્માતની અનેક ઘટના સર્જાય છે. જેમાં કેટલાએ લોકો કમોતે મોતને ભેટે છે, અને ઈજાગ્રસ્ત થાય છે. વાહન ચાલકની એક નજીવી ભૂલ મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ ચાર અકસ્માતની ઘટના રાજ્યમાં આજે સામે આવી છે, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 27 જેટલા લોકો ઘાયલ થયા છે.

    સૌપ્રથમ કેશોદ અકસ્માતની વાત કરીએ તો, અહીં કેવદ્રા પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો. જેમાં ટેમ્પોએ રસ્તા પર પલ્ટી મારતા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત માંગરોળથી ગોંડલ જતા સમયે કેવદ્રા પાટીયા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ગોધરાના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.

    તો ભરૂચના અંકલેશ્વર નજીક માંડવા રોડ પર પણ એક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પણ એક જીપ પલટી મારી જતા 4 લોકો અકસ્માતના ભોગે ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    આ બાજુ, વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. વાત જાણે એમ છે કે, બસ જ્યારે ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પર જઈ રહી હતી ત્યારે વહિયાળ પાસે આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી બસ ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ. જેના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, અને 4 જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી.

    તો બોટાદના બરવાળા નજીક એસટી બસ પલટી મારવાની ઘટના સામે આવી હતી. ધંધુકા-ભાવનગર હાઈવે પર ઉનાથી દાહોદ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ અંબાજી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપ ડાલુ પલટી મારી જતા 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જવાબદાર ટેરવી આરટીઓ ડી.એસ. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય અકસ્માત માટે જવાબદાર ઠેરવતા બે લોકો સામે માનવવધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. કહેવાય છે કે, જીપડાલાના ડ્રાઈવર કનુભાઈ બાબભાઈ રાવળે બાજુમાં બેઠેલા મુનાફ બિસ્મીલ્લાભાઈ મન્સૂરીને જીપ ચલાવવા આપતા બંને સામે ગુન્હો નોંધાયો હતો. હાલમાં બંને આરોપીઓ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ.
    Published by:kiran mehta
    First published:

    Tags: 2 dead, Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन