Home /News /gujarat /ખુશખબરઃ રાજ્યના જળાશયોની સંગ્રહશક્તિમાં પાણીની 19.96 ટકા આવક

ખુશખબરઃ રાજ્યના જળાશયોની સંગ્રહશક્તિમાં પાણીની 19.96 ટકા આવક

રાજ્યમાં સાર્વત્રિત વરસાદથી થયેલી પાણીની આવક અંગે જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યના જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે

રાજ્યમાં સાર્વત્રિત વરસાદથી થયેલી પાણીની આવક અંગે જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યના જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે

ગીતા મહેતા, ગાંધીનગરઃ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ યથાવત રહ્યો છે, ત્યારે જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યના જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 19.96 ટકા વરસાદી પાણીની આવક થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વરસાદના પરિણામે વરસાદી આવકની તબક્કાવાર સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં 139 યોજનામાં 9.45 ટકા સંગ્રહાયેલો જથ્થો ઉપલબ્ધ છે એટલે કે 8468.18 મી.ઘ.ફૂટ પાણી ઉપલબ્ધ છે. જ્યારે ગઈકાલે આ જથો 9.39 ટકા હતો. તો ગત વર્ષે આજના દિવસે 45.28 ટકા પાણીનો જથ્થો સૌરાષ્ટ્રની યોજનાઓમાં ઉપલબ્ધ હતો. જ્યારે કચ્છના 20 યોજનાઓમાં 1010.01 મી.ઘ.ફૂટ અને 8.61 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ગત વર્ષે આજના દિવસે 9.71 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ ભાલો લઈને ખતરનાક જંગલમાં પહોંચ્યા PM મોદી, જુઓ જોરદાર તસવીરો

તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં 15 યોજનાઓમાં હાલો સંગ્રહાયેલો જથ્થો 8167.65મી.ઘ.ફૂટ છે. જે 12.03 ટકા સંગ્રહ જથ્થો છે. તો બીજી તરફ ગત વર્ષે આજ દિવસે 32.27ટકા સંગ્રહાયેલો જથ્થો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં 17 યોજનાઓમાં હાલની સ્થિતિએ 35618 મી.ઘ.ફૂટ પાણીનો સંગ્રહ થયો છે. જે 42.97 ટકા થાય છે જ્યારે ગત વર્ષે આજ દિવસે 55.77 ટકા સંગ્રહાયેલ જથ્થો હતો. દક્ષિણ ગુજરાતમાં 13 યોજનાઓમાં 18.17 ટકા પાણીનો સંગ્રહ થયો છે જેમાં 57850.56 મી.ઘ.ફૂટ પાણી હાલની સ્થિતિ મુજબ સંગ્રહાયેલું છે.

નોંધનીય છે કે રાજ્યના કુલ 204 જળાશયોમાં 111114.76 મી.ઘ.ફૂટ પાણી એટલે કે 19.96 ટકા પાણીનો જથ્થો વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલો છે. જે ગઇકાલે 19.52.ટકા ઉપલબ્ધ હતો. જ્યારે ગત વર્ષે આજ દિવસે આ જથ્થો 36.46 ટકા હતો. રાજ્યના 204 જળાશયો પૈકી મધ્ય ગુજરાતમાં ગત વર્ષે આજના દિવસે 55.77 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.

સરદાર સરોવર જળાશયમાં હાલમાં 184815.05 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 55.32 ટકા છે. જ્યારે વરસતા વરસાદની સ્થિતિએ રાજ્યમાં 204 જળાશયો પૈકી માત્ર 1 જળાશય 100 ટકાથી વધુ ભરાયેલું હોવાનું જળસંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. 70 ટકાથી 100 ટકા વચ્ચે ત્રણ જળાશયો ભરાયા છે.50 ટકાથી 70 ટકાની વચ્ચે 5 જળાશયો, 25થી 50 ટકાની વચ્ચે 24, અને 25 ટકાથી ઓછા ભરાયેલા 171 જળાશયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ગ્રાઉન્ડ રિપોર્ટઃ વાવના માકડામાં તળાવ ફાટ્યું, વાવડીમાં 200 ઘરમાં પાણી ઘૂસ્યા

પાણીની આવક જોવા જઈએ તો સરદાર સરોવર જળાશયમાં હાલ સંગ્રહના 55.32 ટકા છે. જેમાં 9818 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ઉકાઈ જળશયમાં 15.01 ટકા અને 37189 ક્યુસેક આવક નોંધાઈ છે. ઉપરાંત દમણ ગંગા ડેમ ખાતે 47.31 ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં 31 572 ક્યુસેક પાણીની આવકનો થાય છે, સાથે-સાથે કરજણ ખાતેના જળાશયમાં 40.01 ટકા અને 4950 ક્યુસેક પાણીની આવક થાય છે. આ ઉપરાંત કડાણા ડેમમાંથી 44.52 ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં 1530 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે જ્યારે વણાકબોરી જળાશયમાં 75. ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઇ થાય છે.

ધોળી ધજા ડેમ ખાતે 78.39 પાણી સંગ્રહિત થયું છે જેમાં 1250 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે, નોંધનીય છે કે પાણીની આવક સામે પાણીની જાવક દબાણ ગંગા જળાશયમાં નોંધાય છે, જેમાં 31 707 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે કડાણા ડેમ ખાતેથી 1500 ક્યુસેક અને વણાંકબોરી જળાશયમાંથી 300 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

જ્યારે ધોળી ધજા, સરદાર સરોવર , કરજણ અને ઉકાઇના જળાશયમાંથી પાણીની જાવક નોંધાઈ નથી. આમ રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના 204 જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ પાણીની વિગતો રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
First published:

Tags: Water storage