કડાણા ડૅમના તમામ 16 દરવાજા ખોલાયા, મહીસાગરના કાંઠાનાં 40 ગામો ઍલર્ટ પર

News18 Gujarati
Updated: August 27, 2019, 12:11 PM IST
કડાણા ડૅમના તમામ 16 દરવાજા ખોલાયા, મહીસાગરના કાંઠાનાં 40 ગામો ઍલર્ટ પર
ડૅમની જળસપાટી 416.2 ફૂટે પહોંચી છે.

કડાણા ડૅમની જળસપાટી 413.3 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં ઍલર્ટ, મહીસાગર નદી બે કાંઠે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મધ્ય ગુજરાતના સૌથી મોટા કડાણા ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ગત રાત્રીના રોજ કડાણા ડૅમનાં તમામ 16 દરવાજા ખોલાયા. ડૅમના 5 દરાવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરી દેવાયાં છે. ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. મહિસાગારના કાંઠા વિસ્તારના 40 ગામોને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કડાણા ડૅમની જળ સપાટી 413.3 ફૂટે પહોંચી છે. હાલમાં ડૅમનાં  નવ ગેટ 10 ફૂટ અને સાત ગેટ 8 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે.

ઉપરવાસમાં આવેલ મહીં બજાજ સાગર ડૅમમાં પાણીની આવક વધતા તેમજ કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ના પગલે 2,57,654 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડૅમની સપાટી 416 ફૂટ સુધી પહોંચી હતી .હાલ ડૅમની ભયજનક સપાટી 419 ફૂટ  છે જયારે ડૅમ 93 ટકા જેટલો ભરાયો છે.આ પણ વાંચો :  બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની ભરતીમાં 10.50 લાખ ઉમેદવારો મેદાને, 3500 જગ્યા ભરાશે

સોમવારની સાંજે ઉપરવાસમાં આવેલ બજાજ સાગર ડૅમમાંથી પાણી છોડવાની સત્તાવાર માહિતી કડાણા જળાશય વિભાગને મળતાં તાત્કાલિક ધોરણે સાંજે 6 કલાકે તંત્ર દ્વારા ડૅમના 5 ગેટ 5 ફૂટ જેટલા ખોલીને 2 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાઈ રહ્યું હતું જેનાં કારણે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેતા નદી કિનારે આવેલા ગામ લોકોને કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી. મંગળવારે સવારે મહીસાગર જિલ્લામાં આવેલા ડૅમના તમામ 16 ગેટ ખોલાતાં2,55,131  ક્યૂસેક પાણી અહીં છોડાઈ રહ્યું છે.

આ પણ વાંચો :  ભારે વરસાદમાં ઓવરબ્રિજ તૂટતાં ગુજરાતનાં 400 યાત્રીઓ હિમાચલ પ્રદેશમાં ફસાયા

ઉલ્લેખનીય છે કે રાજ્યનો સૌથી મોટો ડૅમ સરદાર સરોવર પણ આ ચોમાસે પહેલી વાર છલકાયો છે. ડૅમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ડૅમને 138 મીટર સુધી ભરવાની કવાયત કરી રહી હોવાના અહેવાલો વચ્ચે રાજ્યનું જળસંકટ લગભગ સમાપ્ત થઈ ગયું છે.રાજસ્થાનથી પાણીની આવક
કડાણા ડૅમમાં રાજસ્થાનના મહીબજાજ સાગર ડૅમમાંથી પાણીની આવક થઈ રહી છે. કડાણા ડૅમનું પાણી મધ્ય ગુજરાતના મહીસાગર, ગોધરા, વડોદરા, અને ભરૂચ જિલ્લાના ગામોમાંથી પસાર થાય છે. મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં તંત્ર સાબદું થયું છે.

 

 
First published: August 27, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading