Home /News /gujarat /

રાજ્યનાં 16 ડેમો છલાકાયા; ડેડિયાપાડામાં ચાર કલાકમાં પાંચ ઇંચ

રાજ્યનાં 16 ડેમો છલાકાયા; ડેડિયાપાડામાં ચાર કલાકમાં પાંચ ઇંચ

પ્રતિકાત્મક તસવીર

પાટણનાં સરસ્વતી તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીનાં ધનસુરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 184 તાલુકઓમાં આજે સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

    ગાંધીનગર: છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે વિવિદ જળાશયોમાં જબરદસ્ત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમનાં ઉપરવાસમાં પાણીની આવકને કારણે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધ કરાયાં છે.

    આજે સવારે છથી દશ વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. પાટણનાં સરસ્વતી તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીનાં ધનસુરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 184 તાલુકઓમાં આજે સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

    નર્મદા વોટર રિસોર્સિસ વિભાગનાં આંકડાઓ મુજબ, ઑગષ્ટ 9ની સવારની સ્થિતિએ રાજ્યનાં કુલ 204 જળાશયોમાંથી 16 જળાશયો (ડેમો)ને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કેમ કે, તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અથવા ઓવરફ્લો થઇ રહ્યાં છે. છ જળાશયોમાં વોર્નિંગ ઇશ્યૂ કરવામાં આવી છે. બે જળાશયોમાં એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે.

    સ્ટેટ ઇમરજન્સી વિભાગનાં આજ સવારનાં આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુર તાલુકમાં પડ્યો છે. છોટા ઉદેપુરમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી વર્ષનો સરેરાશ 66.40 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

    ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.


    રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 93.26 ટકા વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં હજુ સિઝનનો માત્ર 35 ટકા વરસાદ જ પડ્યો છે.

    સૌરાષ્ટ્રમાં આજની સ્થિતિએ સિઝનનો કૂલ વરસાદ હુજ માત્ર 50 ટકા જ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 40 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં ઘણા વિસ્તારોમાં વરસાદની જરૂર છે અને લોકો વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

    હવામાન વિભાગ દ્વારા હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે એન.ડી.આર.એફની ટીમો તહેનાત કરી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Heavy rains, IMD, Narmada dam, ગુજરાત, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन