Home /News /gujarat /

ઇઝરાયલી ડ્રોન ગાર્ડ સિસ્ટમ ટેકનોલોજી નજર રાખશે 141મી રથયાત્રાનું

ઇઝરાયલી ડ્રોન ગાર્ડ સિસ્ટમ ટેકનોલોજી નજર રાખશે 141મી રથયાત્રાનું

ઇઝરાયલનું ડ્રોન

    અમદાવાદ : ૧૪ જુલાઇ, ૨૦૧૮ના શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.


    આ રથયાત્રા પર હાઈ-ટેક હથીયારો, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીસીટીવી કેમેરા સહિતથી સુસજ્જ સુરક્ષાકર્મીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખશે.


    અમદાવાદ રથયાત્રામાં રથની સાથોસાથ રસ્તાઓ પર ચાલતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા નિર્મિત ડ્રોન ગાર્ડ સીસ્ટમનો ઉપયોગ કરાશે, તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું।


    આ પૂર્વે રથયાત્રાને લઈ પોલીસ બંદોબસ્તની અંતિમ સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ કમિશનગરની આગેવાનીમાં રથયાત્રા બંદોબસ્તમાં સામેલ પીએસઆઈ અને તેમની ઉપરી કક્ષાના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી અને જેમાં અગત્યની સુચનાઓ આપવામાં આવી હતી.ખાસ કરીને મુવિંગ અને સ્ટેટિક બંદોબસ્તના તમામ અધિકારીઓને તેમની કામગિરી વિશે જાણકારી આપી કઈ રીતે શાંતિ રીતે યાત્રા પુર્ણ થાય તે માટેની ખાસ માહિતીઓ આપવામાં આવી હતી..


    આ રહયો રથયાત્રાનો રૂટ : જગન્નાથ મંદિર-જમાલપુર પગથિયા-ખમાસા ચોકી-કોર્પોરેશન-ઢાળની પોળ-રાયપુર ચકલા-ખાડિયા ચારરસ્તા-પાંચકુવા-કાલુપુર સર્કલ-સરસપુર-કાલુપુર સર્કલ-પ્રેમ દરવાજા -જોર્ડન રોડ-દરિયાપુર તંબુચોકી-દિલ્લી ચકલા-શાહપુર દરવાજા-શાહપુર અડ્ડા-રંગીલા ચોકી

    Published by:Chaitali Shukla
    First published:

    Tags: 141 rathyatra, Drone, Rathyatra18, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन