અમદાવાદમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સ્કૂલવાનના ચાલકે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે ગુંનો નોંધી વાન ચાલકની ઘરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેમ્કો રોડ પર તેની માતા સાથે રહેતી 14 વર્ષીય વિદ્યાર્થિની નિકોલ વિસ્તારમાં આવેલી સેવન-ડે સ્કુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વાન ચાલકે અડપાલ કર્યા હતા. ગઇ કાલે શુક્રવારે સ્કૂલ છુટ્યા બાદ વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થીઓ વાનમાં બેસી ગયા હતાં. રાબેતા મુજબની જેમ ગઇ કાલે વાન ચાલક હરીશચંદ્ર યાદવ તમામ વિદ્યાર્થીઓને તેમના ધરે મૂકી દીધા હતા.
14 વર્ષીય વિદ્યાર્થિનીને ઘરે મૂકવા માટે જતો હતો. તે સમયે હરીશચંદ્ર વાન નિકોલ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સના ભોંયરામાં લઇ ગયો હતો. અંધારાં ભોંયરામાં હરીશચંદ્રએ અઘ્ટીત કૃત્ય કરવાના ઇરાદે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો. અને વિદ્યાર્થિનીએ બુમાબુમ કરી ત્યાંથી ભાગી ગઇ હતી તે રિક્ષામાં બેસી ઘરે આવી માતાને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી પોલીસ ફરિયાદ દાખલ કરતા નિકોલ પોલીસે વાન ચાલકની ધરપકડ કરી...
અમદાવાદ આઇ ડિવિઝનના એસીપી ડી.એસ.ચૌહાણના જણાવ્યું હતું કે, સ્કુલમાં અભ્યાસ કરતી એક વિધાર્થીનીની માતાએ ફરિયાદ આપી હતી કે સ્કુલના વાનના ડ્રાઈવરે તેની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે અને તેના આધારે આરોપી ડ્રાઈવર હરિશચંદ્રની ધરપકડ કરવામાં આવી છે.
વધુ મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલ આરોપી વાન ચાલક હરીશચંદ્ર પરીણિત છે અને બે બાળકનો પિતા છે. છતાં પણ 14 વર્ષીય વિદ્યાર્થિનીને સાથે અડપલા કર્યા છે. ત્યારે પોલીસ પૂછપરછમાં વાન ચાલક હરિશચંદ્ર કબુલાત કરતો નથી અને કહી રહ્યો છે કે તેણે વિદ્યાર્થિની સાથે કોઇ અડપલાં કર્યા નથી. પરંતુ પોલીસ વાન ચાલકની ધરપકડ કરીને ઉલ્ટ તપાસ શરૂ કરી છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર