ન્યૂઝ18 ગુજરાતી: આજે નવમી મૅ, 2019 ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર પરીક્ષા તથા એપ્રિલ-2019માં લેવાયેલી ગુજકેટ પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું છે.
ગુજરાતનો શિક્ષણ વિભાગ તેની સત્તાવાર વેબસાઈટ ઉપર તો આ પરિણામ ઘોષિત કરશે જ પરંતુ એક નવા અને ઝડપી વિકલ્પ તરીકે હવે News18Gujarati.Com પર પણ આ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
કેવી રીતે ચેક કરશો પરિણામ ?
-પ્રથમ બોક્ષમાં તમારો રોલ નંબર દાખલ કરો. (દા.ત. A123456 અથવા B123456) નોંધ : A અથવા B પછી કોઈ સ્પેસ ન મૂકવી.
- બીજા બોક્ષમાં ધોરણ-12 અથવા GCETનો વિકલ્પ પસંદ કરો.
- ત્રીજા બોક્ષમાં સંખ્યાનો સરવાળો મૂકો.
- See Your Results જોતા જ તમારું રિઝલ્ટ નવા બોક્ષમાં ખુલી જશે.
- આ રિઝલ્ટની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.
આ મહત્વની પરીક્ષાના પરિણામો જાણવા ઉત્સુક તમામ વિદ્યાર્થો, મિત્રો, વાલીઓ અને સ્વજનો આ માટે News18Gujarati.Com ઉપર તેમનો બેઠક નંબર દબાવીને સીધું જ પરિણામ જાણી શકે તેવી વ્યવસ્થા કરી છે.
આપ જાણો જ છો કે, ન્યૂઝ18 ગુજરાતી હંમેશાથી લોકોપયોગી માહિતી માટે અગ્રેસર રહે છે. આ મામલે ન્યૂઝ18ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ પણ વધુ સંવેદનશીલતાથી અને ઝડપભેર તમારી સાથે રહેશે। આ અતુરતાની ક્ષણોને News18Gujarati.Com ઉપર આવીને તમે સંતોષી શકો છો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર