Home /News /gujarat /

ગુજરાતની ધરતી પર PM મોદીનું ભવ્ય સ્વાગત, 12 વર્ષના ભુલકાએ વડાપ્રધાન માટે ખાસ તૈયાર કરી અનોખી ભેટ

ગુજરાતની ધરતી પર PM મોદીનું ભવ્ય સ્વાગત, 12 વર્ષના ભુલકાએ વડાપ્રધાન માટે ખાસ તૈયાર કરી અનોખી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કમલમ (Kamalam) ખાતે ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. જો કે આ રંગોળીમાં (Rangoli) ખાસ એ વસ્તુને યાદગાર કરાઇ છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા. એ સમયે ગંગા (Ganga) નદીમાં ડૂબકી લગાવી હતી અને સાથે હાથમાં કળશ નદીમાં અર્ધ આપ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કમલમ (Kamalam) ખાતે ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. જો કે આ રંગોળીમાં (Rangoli) ખાસ એ વસ્તુને યાદગાર કરાઇ છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા. એ સમયે ગંગા (Ganga) નદીમાં ડૂબકી લગાવી હતી અને સાથે હાથમાં કળશ નદીમાં અર્ધ આપ્યુ હતુ.

વધુ જુઓ ...
     અમદાવાદ: વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. કોરોના પછી પહેલી વાર મોદી ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના આગમનને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ (Road) બંધ કરવામાં આવ્યા છે. PM મોદીના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ (Airport) તેમજ અનેક રસ્તાઓ પર અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે. અનેક દેશના કલાકારો પીએમ મોદીના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ચાર રાજ્યોમાં ભવ્ય જીત પછી PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે અનેક તડામારી તૈયારીઓ થઇ ચુકી છે. એરપોર્ટ (Airport) પર ખાસ સાંસકૃતિક કાર્યક્રમો સાથે મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

    તમને જાણીને આનંદ થશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કમલમ (Kamalam) ખાતે ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. જો કે આ રંગોળીમાં (Rangoli) ખાસ એ વસ્તુને યાદગાર કરાઇ છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા. એ સમયે ગંગા (Ganga) નદીમાં ડૂબકી લગાવી હતી અને સાથે હાથમાં કળશ નદીમાં અર્ધ આપ્યુ હતુ. આ મસ્ત રંગોળીમાં વડાપ્રધાન મોદીની આ પળને કેદ કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમને લઇને કમલમને શણગારવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન જે મુખ્ય ગેટથી પ્રવેશ કરશે એ જગ્યાને ફુલોથી (Flower) મસ્ત સજાવવામાં આવ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે અનેક નેતાઓ કમલમ ખાતે પહોંચી ચુક્યા છે.



    આ પણ વાંચો: જામનગરમાં યોજાયો લોકડાયરો, VIDEOમાં જુઓ ચલણી નોટોનો વરસાદ

    કહેવાય છે કે પીએમ મોદીને નાના ભૂલકાઓ એટલે કે બાળકો પહેલાંથી જ ખૂબ પસંદ છે. અનેક જગ્યાઓએ વડાપ્રધાન મોદીએ બાળકોને પહેલા પ્રોત્સાહન આપીને એમને ખુશ કર્યા છે. આવી જ એક ક્ષણ આપણાં ગુજરાતમાં પણ બની છે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગર કમલમની (Kamalam) બહાર એક બાર વર્ષનો ભુલકો વડાપ્રધાન મોદીને મળવા માટે પહોંચી ગયો છે. આ ભુલકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સ્કેચ બનાવ્યો છે અને એ સાથે લઇને આવ્યો છે.

    આ પણ વાંચો: પંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો 'જોશ હાઇ', હવે ગુજરાત અને હિમાચલ પર નજર

    ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના રોડ શોમાં (Road Show) 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. જેમાં અનેક પ્રકારના અલગ-અલગ સંસ્થાઓ, સમાજ તેમજ બીજા અનેક કાર્યકર્તાઓ સ્થળે હાજર રહેશે. તમને જણાવી દઇએ કે કોરોના પછી પીએમ મોદીનો (PM Modi) આ સૌથી મોટો કાર્યક્રમ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: અમદાવાદ, ગાંધીનગર, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन