Home /News /gujarat /

ઉપવાસનો 12માં દિવસ: કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે હાર્દિક પટેલની મુલાકાત

ઉપવાસનો 12માં દિવસ: કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે હાર્દિક પટેલની મુલાકાત

હાર્દિક પટેલની મુલાકાત કરતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ

ઉપવાસના 12માં દિવસે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાર્દિક પટેલની મુલાકાત કરવાના છે.

  એક એક કરતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે બુધવારે 12 મો દિવસ છે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતો અને પાટીદાર સમાજને અનામત મળે તેની માંગ સાથે 25 ઓગસ્ટથી ઉપવાસ ઉપર બેઠો છે. ઉપવાસના 11 દિવસ પુરા થતા તેની તબિયત વધારે લથડવા લાગી છે ત્યારે રાજકીય નેતાઓ પણ તેને મળવા માટે પહોંચી રહ્યા છે. મંગળવારે અભિનેતા અને રાજકીય નેતા એવા સત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હાએ મુલાકાત કરી હતી.

  બીજી તરફ પાટીદરા સમાજની છ અગ્રણી સંસ્થાઓએ પણ બેઠક કરી હતી. સાથે સાથે સરકાર તરફથી પણ હાર્દિકના ઉપવાસના 11માં દિવસે નિવેદન આવ્યું હતું. જોકે, ઉપવાસના 12માં દિવસે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. જ્યા ંતેમણે હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા હતા. રાજીવ સાતવ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા.

  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ


  જો સરકાર આ માટે તૈયાર નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી ઉપર રસ્તા ઉપર ઉતરશેઃ રાજીવ સાતવ

  હાર્દિક પટેલની મુલાકાત લીધા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, "આજે બધા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે અમે હાર્દિકને મળવા માટે આવ્યા છે. જેવી રીતે હાર્દિક પટેલના ઉપવાસના 12માં દિવસે પણ સરકાર તરફથી કોઇ જ રિસ્પોન્સ ન આવતા અમે હાર્દિક માટે ચિંતિત છીએ. કે છેલ્લા 12 દિવસથી એક યુવા નેતા આંદોલન કરી રહ્યો છે અને આ અંગે સરકાર તરફથી કોઇ જ વાત નથી થઇ રહી અને સરકાર વાત કરવા માટે તૈયાર નથી. ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે છેલ્લા 12 દિવસથી ધરણાં ચાલું છે. અહીં ખેડૂતોના પ્રશ્નોને લઇને સરકાર વાત કરવા માંગતી નથી. કોઇજ આમંત્રણ વગર વડાપ્રધાન પાકિસ્તાન જઇને ત્યાના પ્રમુખને મળી શકે છે. તો હાર્દિક સાથે વાત કરવામાં શું તકલિફ છે? આ પ્રશ્ન ગુજરાતની જનતા પૂછી રહી છે. ખેડૂતોના દેવા માફિની વાત રકીએ તો સરકાર પાસે કોંગ્રેસ પાર્ટીએ વાત કરવાનો સમય માંગ્યો છે. સમય મળશે તો વાત કરીશું. જો સરકાર આ માટે તૈયાર નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી ઉપર રસ્તા ઉપર ઉતરીને. કોંગ્રેસ પાર્ટી સરકાર સાથે વાત કરીને આ અંગે દખલ કરવાની અપીલ કરશે."

  ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા


  કોંગ્રેસ શકુની અને મંથરાની વૃત્તિ અને પ્રવૃત્તિ છોડે ભરત પંડ્યા

  તો બીજી તરફ હાર્દિક પટેલના ઉપવાસ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, "પાટીદાર નેતાઓ સાથે અનેક મિટિંગ કરીને અનેક વસ્તુઓ આપી છે. બંધારણની જોગવાઇ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટની એક મર્યાદા હોય છે. ખેડૂતો માટેની અનેક યોજનાઓ સરકારે આપી છે. ખેડૂતો માટે હજી પણ કંઇ કરવું પડશે તો કરીશું. પરંતુ આ રાજકીય આંદોલન હોવાથી, આ માત્રને માત્ર વર્ગ વિગ્રહ વેરઝેર ફેલાવવા માટેનું અને અશાંતિ ફેલાવવા માટેનું આંદોલન છે. કોંગ્રેસ એ બેવડી રમત રમે છે એના ઇરાદા સારા નથી. એટલા માટે અમે ફરીથી અપિલ કરીએ છીએ કે મહેરબાની કરીને ગુજરાતની જનતાની શાંતિ, પ્રેમ, એક્તાની તાસીરને સમજે અને શકુની અને મંથરાની વૃત્તિ અને પ્રવૃત્તિ છોડે."

  હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ થયું, વજન 66 કિલો નોંધાયું

  નિયમ પ્રમાણે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે ઉપવાસ છાવણીએ આવી પહોંચી હતી. જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ તપાસ કરી હતી. જેમાં ડોક્ટરોએ હાર્દિકના પલ્સ, કિડની અને વજનની તપાસ કરી હતી. આજે સવારે વજન 66 કિલો નોંધવામાં આવ્યું છે. જોકે, ગઇ કાલે મંગળવારે તેનું વજન 58.3 કિલો માપવામાં આવ્યું હતું. આમ આજે હાર્દિક પટેલના વજનમા મોટો વધારો જોવા મળ્યો હતો.

  ઉપવાસના 12માં દિવસે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ


  આટલું જ નહીં મંગળવારે માપવામાં આવેલા વજનમાં હાર્દિક પટેલનું વજન 65 કિલો જેટલું થયું હતું. આમ હાર્દિક પટેલના વજનમાં આવતા મોટા તફાવત સોલા સિવિલ મેડિકલ ટીમ માટે મોટા પ્રશ્ન ઉભા કરે છે. જોકે ડોક્ટરે હાર્દિક પટેલને મેડિકલ સારવાર લેવી જોઇએ અને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. હાર્દિક પટેલે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

  ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે સરકારના મંત્રી સૌરભ પટેલ તથા પાટીદાર ધાર્મિક સંસ્થા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ સૌભર પટેલે હાર્દિક પટેલને પારણાં કરવા જણાવ્યું હતું. જો કે હાર્દિકે સૌરભભાઇને આડેહાથ લીધા હતા, હાર્દિકે ટ્વીટર અને ફેસબૂક પર હિન્દીમાં પોસ્ટ કરી હતી, જેમા તેઓએ લખ્યું કે અરે ઓ મંત્રી ધમકી દેના બંધ કીજીએગા, આપ કે જેસી ધમકી પીછલે તીન સાલ મે આપકી સરકાર કે બહુત નેતા ઔર અધિકારી દે ચૂકે હેં.
  Published by:ankit patel
  First published:

  Tags: Paas, ઉપવાસ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર