liveLIVE NOW

LIVE: PMના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ, હું હંમેશા માટે કહું છું કે જે ખેલે એજ ખીલે છે: PM મોદી

Gujarat Latest News: પ્રધાનમંત્રી મોદી સવારે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજરી આપશે. અમૂલ તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમ દૂધના ભાવમાં આજથી પ્રતિલિટરે 2 રૂપિયાનો ભાવ વધારો, વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો, રાજ્યમાં 2 દિવસ કાળઝાળ ગરમી રહેશે.

  • News18 Gujarati
  • | March 12, 2022, 19:47 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 7 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    19:57 (IST)

    હિન્દુસ્તાના ખેલાડીઓની સાથે ગુજરાતના ખેલાડીઓ પણ જોડાશે

    19:56 (IST)

    પુત્ર કે પુત્રીને રમતમાં રસ હોય તો તેમાંથી બહાર કાઢો તમે પુસ્તકમાં પાછો ન ખેંચો

    19:53 (IST)

    2018માં દેશની પહેલી નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી હતી. ઉત્તર પ્રદેશ મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી શરૂ થવા જઈ રહી છે. આપણા ગુજરાતમાં પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્સ્ટ યુનિવર્સિટી એક મોટું ઉદાહરણ છે.

    19:49 (IST)

    આજે સારામાં સારી ટ્રેનિંગ સુવિધા ખેલાડીઓને આપવામાં આવે છે. દેશ એ સુનિશ્ચિત કરે છે કે ખેલાડીઓ કોઈ સુવિધાથી વંચિત નહીં રહે.

    19:48 (IST)

    દેશને રમતની ઉંચાઈએ પહોંચાડવા માટે 360 ડિગ્રીએ ટમ વર્ક સાથે કામ કરવું પડશે

    19:47 (IST)

    જીતવા માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક જગ્યાએ સારું રમવું પડશે

    19:45 (IST)

    સફળતાનો એક જ મંત્ર છે લોંગ ટર્ન પ્લાનિંગ અને પરિશ્રમ છે. 

    19:44 (IST)

    આજે દરેક ફિલ્ડમાં ભારતનો દબદબો છે, દુનિયા ભારતને એક મોટી શક્તિ તરીકે જોઈ રહી છે. ભારતની આ શક્તીને ખેલદી અનેક ગણી વધારી શકે છે. આ જ તમારી સફળતાનો મંત્ર છે. એટલે જ હું હંમેશા માટે કહું છું કે જે ખેલે એજ ખીલે છે

    19:43 (IST)

    લોકલ ફોર વોકની તમામ ક્ષેત્રની જવાબદારી ભારતના યુવકોએ આગળ આવીને નીભાવી છે

    19:41 (IST)

    યુક્રેનમાંથી પાછા આવેલા યુવકોએ જણાવ્યું કે તિરંગાની આન, બાન અને શાન કેવી છે એ યુક્રેનમાં દેખાઈ હતી.

    આજે શનિવાર, 12 માર્ચ 2022 (12 March, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદી (PM Modi in Gujarat) આજે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી મોદી સવારે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજરી આપશે. અમૂલ તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમ દૂધના ભાવમાં આજથી પ્રતિલિટરે 2 રૂપિયાનો ભાવ વધારો, વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો, રાજ્યમાં 2 દિવસ કાળઝાળ ગરમી રહેશે. વાતાવરણ સુકુ રહેશે. પંજાબમાં જીતની ખુશીમાં આજથી ગુજરાતના તમામ જિલ્લામાં AAPની તિરંગા વિજય યાત્રા શરૂ થશે

    ગત રોજ યોજાયેલાં પ્રધાનમંત્રી મોદીનાં રોડ શોની વાત કરીએ તો, કોરોના બાદ સૌ પ્રથમ વખત ગુજરાતમાં મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોથી થઈ હતી. પ્રધાનમંત્રીના રોડ શોમાં 4 લાખ લોકોને ભેગા કરવાનો ભાજપનો ટાર્ગેટ હતો. પરંતુ આ ટાર્ગેટ ખોટો પડ્યો છે અને IB એ કરેલા સર્વે અને રિપોર્ટ અનુસાર માત્ર 65,000 લોકો જ રોડ શોમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन