વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે સાંજે જાહેર કરાયેલી યાદી મુજબ દિવસ દરમિયાન 127 સેમ્પલની ચકાસણી કરવામાં આવી જેમાંથી 18 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 109 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 873 પર પહોંચી છે વડોદરામાં આજે એક પણ મોત જાહેર કરવામાં આવ્યું નથી. વડોદરામાં કોરીના સંક્રમણથી થયેલ મોતનો આંકડો 38 છે.
12 દર્દીઓનાં બે વખતનાં રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જેમાંથી સયાજી હોસ્પિટલનાં 4 ,ગોત્રી હોસ્પિટલનાં 4 અને હોમ આઇસોલેશનનાં 4 સહિત 12 જણા સાજા થયા છે. વડોદરામાં આજ સુધી કુલ 511 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જોકે ચિંતા એ વાતની છે કે કોરોના પોઝિટિવ દર્દીઓમાં નવા વિસ્તારોનો વ્યાપ વધતો જાય છે અને કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો ના કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી પણ પડકારજનક બની રહે છે.
વડોદરામાં હાલ 324 દર્દીઓ સારવાર હેઠળ છે. 309 સ્ટેબલ, 10 ઓક્સિજન પર અને 5 વેન્ટીલેટર પર છે. જ્યારે 1475 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવેલા છે.
જૂનાગઢમાં સોમવારે 4 દર્દી સ્વસ્થ થયા
જૂનાગઢમાં 8 દર્દી સ્વસ્થ થયા છે. આ દર્દીઓ વિસાવદર તાલુકાનાં પ્રેમપરા અને બરડિયા ગામના હતા. કોરોના પીડિત દર્દીઓ માટે તેમના સ્વાસ્થ્ય ને લઈને રાજ્યભરમાં અનેક જગ્યાઓ પર ઈદના દિવસે મુસ્લિમ બિરાદરોએ પ્રાર્થના પણ કરી હતી. ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ ડિસ્ચાર્જ થતા જૂનાગઢ જિલ્લામાં કુલ 25 કેસ પૈકી કુલ 8 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. આ દર્દીઓ હવે સાત દિવસ હોમ કૉરન્ટાઇન રહેશે. સ્વસ્થ થયેલા આ દર્દીઓએ હોસ્પિટલમાં મળેલી સારવાર સુવિધા અને ડોકટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા લેવાતી કાળજી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સમયસર સારવાર અને આરોગ્ય વિષયક ઘનિષ્ઠ કામગીરીથી જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસ સંદર્ભે એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.