Home /News /gujarat /

હાર્દિકને મળ્યા ભાજપના શત્રુઘ્ન અને યશવંત સિન્હા, કહ્યું આંદોલનને દેશવ્યાપી બનાવાશે

હાર્દિકને મળ્યા ભાજપના શત્રુઘ્ન અને યશવંત સિન્હા, કહ્યું આંદોલનને દેશવ્યાપી બનાવાશે

સવારે 9.30 વાગ્યે હાર્દિક પટેલને મળવા યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીનિવાસન હાર્દિક પટેલ આવશે

સવારે 9.30 વાગ્યે હાર્દિક પટેલને મળવા યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીનિવાસન હાર્દિક પટેલ આવશે

  અમદાવાદ: હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો 11મો દિવસે રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓ મુલાકાતે આવ્યા હતા. સાંજે 4.00 વાગ્યે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિન્હા હાર્દિક પટેલને મળ્યા હતા. તેઓ હાર્દિક પટેલનાં ઘરે ગયા હતા. હાર્દિક સાથે મુલાકાત બાદ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.

  પત્રકાર પરિષદમાં યશવંત સિન્હાએ કહ્યું કે અમે હાર્દિક સાથે મુલાકાત કરી, અમે તેની પાસેથી સમગ્ર મુદ્દા સમજ્યા હતા.  આ આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે, આ લડાઇમાં અમે હાર્દિક સાથે છીએ, તો શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે હાર્દિક યુવાધન છે, સરકાર હાર્દિકના આંદોલન પ્રત્યે સંવેદનશીલ નથી. ગુજરાત સરકાર ખેડૂતોના દેવા કેમ માફ કરતી નથી.  હાર્દિકની તબિયત નાદુરસ્ત
  હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે મંગળવારે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે રાજકીય દુનિયાના દિગ્ગજ નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીએ પહોંચી રહ્યા છે

  આમરણાંત ઉપવાસ: છેલ્લા 11 દિવસમાં હાર્દિક પટેલે કરેલી મહત્વની 15 TWEETS

  'જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો કાયદો વ્યવસ્થા તૂટે એની જવાબદારી તમારી રહેશે'

  શક્તિ સિંહ ગોહિલનું નિવેદન
  આ પહેલાં ગઇકાલે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ હાર્દિક પટેલને મળવા આવ્યા હતાં. હાર્દિકની મુલાકાત કર્યા પછી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વતા કરતા જણાવ્યું હતું કે, "મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેશીને સત્યાગ્રહ કરવો. આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતો પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઉભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા. આજે દસમો દિવસ છે. અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે. એ ગુજરાતા ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે ખેડૂતોની જાત નથી હોતી. એક ખેડૂતોના પ્રશ્નની વાતનો સંવાદ પણ ન કરી શકે સરકાર.

  PHOTOS: આમરણાંત ઉપવાસનો 10મો દિવસ, જુઓ હાર્દિક પટેલને કોણ કોણ મળવા આવ્યું

  10 દિવસમાં કેટલો બદલાયો હાર્દિક જુઓ તેની 10 તસવીરો

  હાર્દિકે જાહેર કરી છે તેની વસિયત
  હાર્દિકે રવિવારે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે. તેના વસિયતનામામાં વારસદારમાં તેના માતા-પિતા અને બહેન છે. હાર્દિક પાસે એક્સિસ બેન્કમાં 50 હજારની રોકડ રકમ છે. આ રકમમાંથી 20 હજાર માતા-પિતા અને 30 હજાર વીરપુરની ગૌશાળામાં આપવાનું વસિયતમાં લખવામાં આવ્યું છે. હાર્દિક પાસે એક મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ પણ છે. હાર્દિક પાસે એક કાર છે. હાર્દિકના વસિયતનામામાં લખવામાં આવ્યું છે કે, તેના જીવન આધારિત પુસ્તકની જે રોયલ્ટી આવે તેમાંથી માતા-પિતા, બહેન અને 14 શહીદ પાટીદાર પરિવારને આપવામાં આવશે. હાર્દિક પટેલે આ સિવાય તેના મૃત્યુ બાદ નેત્રદાન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Fasting, હાર્દિક પટેલ

  આગામી સમાચાર