અમદાવાદ: ડિઝીટલ ઇન્ડિયાના (Digital India) સપનાને સાકાર કરવા ગુજરાતે દેશને રાહ ચીંધી છે. ત્યારે અદ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ (108 Emergency Ambulance) સેવા થકી આરોગ્ય સારવાર પુરી પડવાના તેમજ અધ્યતન ટેકનોલોજીના માધ્યમથી ગુણવત્તાસભર અને ત્વરરિત આરોગ્ય સેવા વિસ્તુત બને તેવા ઉદ્દેશ્ય સાથે 108 સીટીઝન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. એપ્લિકેશન દ્વારા સીટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે. આ અદ્યતન એપ્લીકેશન (108 citizen mobile app) દ્વારા ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અને સારવાર આપવા મદદરૂપ બનશે.
જીવીકે ઇએમઆરઆઈના સીઇઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું છે કે, 108 સીટીઝન મોબાઈલ એપ દ્વારા કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી બોલાવી શકાશે. મોબાઈલ એપ્લિકેશન મારફતે કોઈ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગુગલના નકશાના લેટ લિંગ સાથે મળી જશે. જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવાનો સમય બચશે.
કોલ કરનાર વ્યક્તિને ઘટના સ્થળે આવી રહેલ 108 એમ્બ્યુલન્સ પહોંચવાનો અંદાજીત સમય તેમજ 108 ક્યાં પહોંચી છે તેની રિયલ ટાઈમ માહિતી મેળવી શકાશે. ઘટના સ્થળે મદદ માટે આવતી એમ્બ્યુલન્સ લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. 108 મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળ નજીકમાં આવેલ તમામ સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકની માહિતી મેળવી શકાશે તેમજ ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી પણ જાણી શકાશે.મોટા અકસ્માતના કિસ્સામાં ઘટના સ્થળનું ફોટો ગ્રાફ્સ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકાશે. જેથી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મોટી ઘટનાની ગંભીરતાની જાણકારી મેળવી શકશે.
જેના કારણે એક કરતાં વધુ એમ્બ્યુલન્સ મદદ માટે મોકલી શકાશે.108 સીટીઝન મોબાઈલ એપના કારણે ગુજરાતની પ્રજાને ઇમરજન્સીમાં સારી સુવિધા મળી શકશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 108 સીટીઝન મોબાઈલ એપને ખુલ્લી મુકવામાં આવી છે