ન્યૂઝ18ગુજરાતીઃઉનાળાની શરૂઆત સાથે જ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે અમદાવાદમાં પણ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે.ત્યારે ગરમીની અસર રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે. લોકો જરૂર વગર ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. તો સાથે સાથે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી રહી છે. ગરમીના કારણે પેટમાં દુઃખાવો થવો, બ્લેડ પ્રેસરને લગતી ફરિયાદોમાં વધારો થયો હતો.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની મફત સેવા 108 એમ્બ્યુલન્સ ઉપર આવતા કોલમાં પણ વધારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાં એક જ દિવસમાં 460 કોલ આવ્યા હતા. જ્યારે અમદાવાદમાં 110 કોલ આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 108 એમ્બ્યુલન્સને મળેલા કોલ્સમાં મોટાભાગે પેટલમાં દુખાવા, બ્લડ પ્રેસરને લગતા, છાતીમાં દુઃખાવાના, બેભાન થવાના અને ઉલ્ટી થવાના કોલ્સ આવ્યા હતા. આમ ગરમીના કારણે લોકોમાં આ પ્રકારની સમશ્યાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ કામ વગર ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે.