નવી દિલ્હી# સાઉદી અરબમાં નોકરી ગુમાવ્યા બાદ આશરે 10 હજાર ભારતીય કામદાર નાણાકીય મુશ્કેલીઓને લઇને ભયંકર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યાં છે. સરકારે આ ખાડી દેશમાં પોતાના મિશનમાં તેઓને ભોજન અને અન્ય મદદ ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપ્યા છે.
શનિવારે સાંજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, ત્યાં રહી રહેલા 30 લાખ ભારતીયને પોતાના સ્વજનોની મદદ કરવા અપીલ કરતા કહ્યું છે કે, ભારતીય રાષ્ટ્રના સામૂહિક સંકલ્પથી વધુ તાકતવાર કશું નથી.
વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, 'અમે રિયાદ માં ભારતીય દૂતાવાસને કહ્યું છે કે, તેઓ સાઉદી અરબમાં બેરોજગાર ભારતીય કામદારોને મફત પૂરવઠો ઉપલબ્ધ કરાવી આપે. તેઓએ કહ્યું કે, સાઉદી અરબ અને કુવૈતમાં ભારતીય નાગરિકોને પોતાના કામ અને પગાર સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સાઉદી અરબમાં મામલો ખૂબ ખરાબ છે.'
સુષ્મા માં એ જવાબ ત્યારે આપ્યો જ્યારે એક શખ્સે સુષ્માને ટ્વીટ કરી કહ્યું હતુ કે, જેદ્દા માં આશરે 800 ભારતીય ત્રણ દિવસોથી ભૂખ્યા છે. તેણે સુષ્મા ને આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી હતી.
જોકે, બાદમાં વિદેશ મંત્રીએ કહ્યું, 'સાઉદી અરબમાં ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા ભારતીય શ્રમિકોની સંખ્યા 10 હજારથી વધુ છે. અહીંયા 800 નથી, જેવા કે સમાચાર છે. તેમણે કહ્યું કે, વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ આ સમસ્યાની ગંભીરતાનું અંદાજ લગાવવા અને તેનો ઉકેલ નીકાળવાના પ્રયાસ કરવા જલ્દીથી આ ખાડી દેશમાં જશે.'
સુષ્માએ કહ્યું, 'હું આપને આશ્વાસન આપું છું કે, સાઉદી અરબમાં નોકરી ગુમાવનારા કોઇપણ ભારતીય ને ભૂખ્યા રહેવું નહીં પડે. હું સમગ્ર મામલાનું નિરિક્ષણ દર કલાકે કરી રહી છુ.' સુષ્મા એ કહ્યું કે, સાઉદી અરબ અને કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી છે અને તેમના એમ્પ્લોયરો એ તેમને પગાર ચૂકવ્યો નથી અને પોતાના કારખાના બંધ કરી દીધા છે.
સુષ્મા એ કહ્યું કે, વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર કુવૈત અને સાઉદી અરબના અધિકારીઓના સમક્ષ આ મુ્દ્દો ઉઠાવશે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, 'મારા સહકર્મી વી કે સિંહ આ મામલાને ઉકેલવા માટે સાઉદી અરબ જશે અને એમ જે અકબર કુવૈત અને સાઉદી અરબના અધિકારીઓના સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે. ભારતીય કોન્સ્યુલેટના અધિકારી પહેલા જ જેદ્દાના સમીપ હાઇવે કેમ્પના તરફ રવાના થઈ ચૂક્યા છે, જ્યાં સેંકડો કામદારોને મદદની જરૂર છે.'
કોન્સ્યુલેટે જેદ્દાના ભારતીય સમુદાય સાથે મળીને પહેલા જ 15, 475 કિલોગ્રામ અનાજ અને અન્ય સામગ્રીનું વિતરણ કર્યું છે. સુષ્માએ કહ્યું કે, 'હું સાઉદી અરબમાં 30 લાખ ભારતીયોને અપીલ કરૂ છું. કૃપયા પોતાના સાથી ભાઇ-બહેનોની મદદ કરે. ભારતીય રાષ્ટ્રના સામૂહિક સંકલ્પથી વધુ મજબૂત કશું નથી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર