Home /News /gujarat /

અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે ૧૦ નવા સરકારી છાત્રાલયો બનશે

અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે ૧૦ નવા સરકારી છાત્રાલયો બનશે

પ્રતિકાત્મક તસવીર

બિન અનામત વર્ગો માટે રૂ.૫૦૭ કરોડ ૪૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે કે આ સરકાર ગરીબો, શોષિતો, પીડીતો અને વંચિતોનાં આર્થિક સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અને અમારી સરકારે તેઓનાં સર્વાંગી વિકાસ માટે દ્રઢ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન પણ કર્યું છે.

  વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની રૂ.૮૩૪૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં મંત્રી ઇશ્વરભાઇ પરમારે ઉમેર્યુ હતું કે આ વખતનાં બજેટમાં આ વર્ગોનાં વિકાસ માટે ગત વર્ષ કરતાં ૮૮૩ કરોડની રકમ વધુ ફાળવી છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિ તેમજ લઘુમતી અને બિન અનામત વર્ગોની ૮૦ ટકાથી વધુ વસ્તી વસવાટ કરે છે ત્યારે તેઓની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવી એ અમારી નૈતિક ફરજ છે.

  મંત્રી પરમારે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનાં અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટે રૂ.૧૧૪૭.૨૫ કરોડ સહીત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે રૂ.૫૨૭૭ કરોડ, સમાજ સુરક્ષા માટે રૂ.૧૧૪૧.૯૦ કરોડ, આર્થિક પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિઓ સહીત બક્ષીપંચ જાતિનાં કલ્યાણ માટે રૂ.૧૯૦૪.૯૭ કરોડ ફાળવ્યા છે.

  તેમણે ઉમેર્યુ કે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ/વિકસતી જાતિ/દિવ્‍યાંગો/ નિરાધાર મહિલાઓ/ વૃદ્ધો/ ગરીબો વગેરેના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ.૩,૬૪૦ કરોડ ૫૭ લાખની જોગવાઇ સામે આ વર્ષે રૂ.૪,૨૧૧ કરોડ ૬૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  તેમણે વધુમાં ઉમેર્યુ કે સમાજનાં અદના આદમીનાં ઉત્થાનની પ્રાથમિક્તા સાથે અમારી સરકાર દિવસ રાત કાર્યરત છે. સામાજિક સમરસતા સાથે સામાજિક ન્‍યાયનું સમગ્ર દેશમાં કોઇ શ્રેષ્‍ઠ ઉદાહરણ હોય તો ગુજરાતમાં ૯ સ્‍થળોએ બનેલાં ૧૮ સમરસ છાત્રાલયો છે. કુમાર અને કન્‍યાઓ મળી ૧૨,૫૦૦ વિધાર્થીઓ માટે અદ્યતન સુવિધાવાળા છાત્રાલયો બનાવ્‍યાં છે. આ ૧૨,૫૦૦ છાત્રોમાં ૧૫% અનુ.જાતિના, ૩૦% અનુ.જનજાતિનાં, ૪૫% બક્ષી પંચ જાતિના અને ૧૦% આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

  તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં અનુસૂચિત જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતીઓ અને વિચરતી-વિમુકત જાતિઓ અને બિન અનામત વર્ગો માટે મુડી-મહેસૂલી સદરે રૂ.૩૦૫૨ કરોડ ૯૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે. શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિની રૂ.૬૨૯ કરોડ ૬૬ લાખ અને વિકસતી જાતિની રૂ.૧૦૭૨ કરોડ ૩૧ લાખ મળી કુલ રૂ.૧૭૦૧ કરોડ ૯૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓ માટેની આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે અનુ.જાતિની રૂ.૧૧૭ કરોડ ૨૬ લાખ અને વિકસતી જાતિની રૂ.૧૩૯ કરોડ ૨૦ લાખ મળી કુલ રૂ.૨૫૬ કરોડ ૪૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  આરોગ્‍ય, વસવાટ અને અન્‍ય સામાજિક યોજનાઓ માટે અનુ.જાતિની રૂ.૧૭૭ કરોડ ૧૦ લાખ અને વિકસતી જાતિની રૂ.૧૫૬ કરોડ ૧૭ લાખ મળી કુલ રૂ.૩૩૩ કરોડ ૨૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. વિચરતી-વિમુકત જાતિઓ માટે રૂ.૯૭ કરોડ ૧૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે. લઘુમતી વિકાસની વિવિધ યોજનાઓ માટે બજેટમાં રૂ.૬૫ કરોડ ૯૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  બિન અનામત વર્ગો માટે રૂ.૫૦૭ કરોડ ૪૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
  સાતફેરા સમૂહ લગ્ન યોજનામાં અનુસૂચિત જાતિના ૨ હજાર ૨૯૦ અને વિકસતી જાતિના ૪ હજાર ૧૬૫ મળી કુલ ૬ હજાર ૪૫૫ યુગલોને રૂ.૧૦ હજારની સહાય આપવા રૂ.૭ કરોડ ૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. સમાજમાં સામાજિક સમરસતા જળવાય તે માટે શરૂ કરવામાં આવેલા ર્ડા.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં ૧ હજાર ૨૦૦ યુગલોને સહાય આપવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઇ કરી છે. મૃત્યુ બાદ પણ સન્માન સાથે અંતિમ ક્રિયા કરવા માટે શરૂ કરવામાં આવેલ સત્‍યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના ગરીબ વર્ગના અનુસૂચિત જાતિના ૨૦ હજાર કુટુંબની વ્‍યકિતને મરણ પ્રસંગે કફન કાઠી માટે સહાય આપવા બજેટમાં રૂ.૧૦ કરોડની જોગવાઇ કરી છે.
  અનુસૂચિત જાતિનાં યુવાનોને રોજગારી પુરી પાડવા માટે રાજ્ય સરકારનાં વિવિધ નિગમો દ્વારા સાધન સહાય આપવામાં આવે છે. જે હેઠળ વ્યકિતલક્ષી ધિરાણ યોજનાઓ માટે રૂ.૧૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  મંત્રીએ ઉમેર્યુ કે અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પોસ્ટ એસ.એસ.સીમાં અભ્યાસ કરતા અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિધાર્થીઓને માસિક રૂ.૧ હજાર ૨૦૦ ભોજન બિલ સહાય આપવાની નવી યોજના શરૂ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કોલેજ કક્ષાના અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા વિધાર્થી-વિધાર્થીનીઓ માટે રહેવા અને જમવાની સંયુકત સુવિધાવાળા અનુસૂચિત જાતિના ૦૫ અને વિકસતી જાતિના ૦૫ નવા સરકારી છાત્રાલયો શરૂ કરવામાં આવશે.

  અનુસૂચિત જાતિની ૯ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૨૮ અને અગરીયા જાતિની ૫ આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૧ ના નવા વર્ગો શરૂ કરવામાં આવશે જેના માટે બજેટમાં રૂ.૧૮ કરોડ ૪૭ લાખ ફાળવવામાં આવ્યા છે.

  પાટણ, મહીસાગર તથા બોટાદ ખાતે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલયો અને પાટણ,ગાંધીનગર, પોરબંદર વઢવાણ તથા બોટાદ ખાતે કન્‍યા છાત્રાલયો માટે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે. જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.૧૮ કરોડ ૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર, બારડોલી, અને મોડાસા ખાતે સમરસ કુમાર-કન્યા છાત્રાલયના બાંધકામ માટે રૂ.૮ કરોડ ૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  પાલનપુર જી.બનાસકાંઠા ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળા માટે
  રૂ.૬ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અરવલ્‍લી, મહીસાગર, સુરત, વડોદરા અને મોરબી ખાતે જિલ્‍લા કક્ષાનું ર્ડા.આંબેડકર ભવન બાંધવામાં આવશે જેના માટે બજેટમાં રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  આ ઉપરાંત રાજકોટનાં રૈયા ખાતે ચાલતા સરકારી કુમાર છાત્રાલય અને સુરેન્‍દ્રનગર ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળા માટે રૂ.૧૨ કરોડ ૪૩ લાખના ખર્ચે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે.

  જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.૪ કરોડ ૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી છાત્રાલયો અને નિવાસી શાળામાં દિવ્‍યાંગ વિધાર્થીઓ માટે રેમ્પ, હેન્ડીકેપ ફ્રેન્ડલી ટોયલેટ, લીફટની સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૫ કરોડ ૬૧ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  અનુસૂચિત જાતિના હયાત સરકારી છાત્રાલયોમાં ૫૦૦ વિધાર્થીઓ અને વિકસતી જાતિના છાત્રાલયોમાં ૫૦૦ વિધાર્થીઓનો સંખ્‍યા વધારો કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૩ કરોડ ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

  મંત્રીએ કહ્યુ કે વાદી, મદારી, નટ, બજાણીયા, દેવીપૂજક, ચામઠા, સરાણીયા, કાંગસીયા, ભરથરી, લુહારીયા, ફકીર, ડફેર જેવી અતિ પછાત તેમજ વિચરતી-વિમુકત જાતિઓ સહિત પછાત વર્ગોની કલ્‍સ્‍ટર સહિત નાની મોટી આશરે ૫૩૦ જેટલી વસાહતો સહિત ૧ લાખ ૭૧ હજાર લાભાર્થીઓને મકાનો બાંધવા માટે ૬૯ હજાર લાભાર્થીઓને રૂ.૨૨૧ કરોડ ૩૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Dalits, ગુજરાત, શિક્ષણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन