Home /News /gujarat /

1.50 લાખ લાંચ કેસ: માંડલના તત્કાલિન Dyspની કરાઈ ધરપકડ

1.50 લાખ લાંચ કેસ: માંડલના તત્કાલિન Dyspની કરાઈ ધરપકડ

એસીબી (ફાઈલ ફોટો)

દારૂની રેડમાં આરોપીને નહી પકડવા અને વાહન કબ્જે ન કરવા માટે 3 પોલીસ કર્મચારીઓએ રૂ. 1,50,000ની લાંચ માગી હતી

    માંડલના 1.50 લાખના લાંચ કેસમાં માંડલના તત્કાલિન ડીવાયએસપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ડીવાયએસપીએ આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જેને પગલે ડીવાયએસપી એસીબી સમક્ષ હાજર થઈ ગયા હતા, જેમની એસીબીએ ધરપકડ કરી લીધી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, 3 મહિના પહેલા માંડલ પોલીસ સ્ટેશનની હદમાં 8 સપ્ટેમ્બરે દારૂની રેડમાં આરોપીને નહી પકડવા અને વાહન કબ્જે ન કરવા માટે 3 પોલીસ કર્મચારીઓએ રૂ. 2.75 લાખની લાંચ માગી હતી, જેમાં 75,000ની બાકી રકમ ચુકવવા જતા એસીબીએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં એક પોલીસ કર્મી ભુપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ ઝાલા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય બે આરોપી પોલીસ કર્મીઓ હિતેશભાઈ દેસાઈ અને દિનેશભાઈ રથવી ફરાર હતા. આ કેસમાં એસીબીએ તપાસ હાથ ધરતા ડીવાયએસપીની સંડોવણી પણ બહાર આવી હતી.

    શું હતો પુરો મામલો
    દારૃનો ખોટો કેસ ઉભો કરી આરોપીનું સરઘસ નહીં કાઢવાના રૃપિયા ૨.૭૫ લાખની લાંચ માગવાના આરોપમાં વિરમગામના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલિસ વી.કે. નાઇની આગોતરા જામીનની અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું છે કે આરોપી પોલીસ વિભાગમાં ઉચ્ચ પદ પર છે. તેના જામીન મંજૂર કરવામાં આવે તો સાક્ષીઓ અને પુરાવાઓ તેનાથી પ્રભાવિત થવાની શક્યતા છે. તેથી તેને જામીન આપી શકાય નહીં.

    એન્ટિ કરપ્શન બ્યુરોએ નોંધેલી ફરિયાદ મુજબ, વિરમગામના એજાજ ઘાંચી પાસે દારૃની ૧૯ બોટલ હોવાની ફરિયાદ વિરમગામ નજીકના માંડલ પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બરમાં નોંધવામાં આવી હતી. ફરીયાદીની રજૂઆત હતી કે તેની પાસે દારૃનો કબ્જો ન હોવા છતાં તેના વિરૃધ્ધ કેસ કરવામાં આવ્યો હતો. આરોપીને માર નહીં મારવાના અને તેનું સરઘસ નહીં કાઢવા માટે ડી.વાય.એસ.પી. નાઇએ રૃપિયા ૨.૭૫ લાખની માગણી કરી હોવાનો આક્ષેપ છે. જેથી આરોપીના મિત્રએ ત્યાંના બ કોન્સ્ટેબલના માધ્યમથી રૃપિયા ૧.૫૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ પણ પોલીસ કર્મચારીઓ તરફથી પૈસાની માગણી કરાતા એ.સી.બી. સમક્ષ ફરિયાદ નોંધાવવામં આવી હતી. જેના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવતા રૃપિયા ૭૫,૦૦૦ની લાંચ લેવા માટે બે કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા. જેમાં એ.સી.બી. વિશે જાણ થતા બન્ને કોન્સ્ટેબલ નાસી ગયા હતા અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

    તપાસ દરમિયાન ડી.વાય.એસ.પી.ની સંડોવણી બહાર આવી હતી. દારૃનો ખોટો કેસ ઉભો કરવા માટે બોગસ દસ્તાવેજો બનાવાવનો ગુનો પણ આરોપી પોલીસકર્મી વિરૃધ્ધ નોંધવામાં આવ્યો છે. સરકારે રજૂઆત કરી હતી કે આરોપીએ લાંચ તરીકે લીધેલા દોઢ લાખ રૃપિયા રિકવર કરવાના બાકી છે ઉપરાંત તે પોલીસકર્મી હોવાથી કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર છે. તેથી તેને જામીન આપી શકાય નહી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, એસીબી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन